અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક, 10 વોર્ડ મુકાયા કોરોના રેડ ઝોનમા: વિજય નેહરા

અમદાવાદ, તા. 03 મે 2020 રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 લોકો વેન્ટિલેટર પર છે. કુલ કેસ 3533 નોંધાયા છે.

જમાલપુર અને કોટ વિસ્તારમાં ગંભીરતા જાળવવી જરૂરી છે. હવે નિષ્કાળજી ખરેખર ખૂબ ગંભીર મુશ્કેલીમાં મુકી શકે છે. રમઝાનની ઉજવણી ઘરમાં જ કરો. ઘરની બહાર ન નીકળશો. રાતે પણ તમે ઘરની બહાર નીકળો છો જેને કારણે ચેપ પ્રસરી રહ્યો છે.

મણિનગર વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ જાહેર કરાયો. અમદાવાદમાં કોરોનાએ માઝા મુકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મનપા કમિશનર વિજય નેહરાએ મહત્વની વાતો જણાવી હતી. અમદાવાદમાં 10 વોર્ડને રેડઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય પણ વોર્ડ વાઈઝ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે તે વિશે પણ માહિતી આપી હતી.

અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રવિવારે અમદાવાદીઓને અપડેટ આપ્યા હતા કે, અમદાવાદના 5 બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

પૂર્વથી પશ્ચિમ જવા માટેના આ બ્રિજ બંધ કરાયા છે. ટ્રાફિક માટે આ પાંચ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરાયા છે. આ પાંચ બ્રિજમાં ગાંધી બ્રિજ, દધિચિ બ્રિજ, સરદાર બ્રિજ, નહેરૂ બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: