કહ્યુ, મારી કોઈ જ ભૂમિકા નથી

  • જિ. આરોગ્ય સમિતિના ચેરમેન , સીડીએચઓ વચ્ચે ખટરાગથી કામગીરી પર અસર
  • ખરીદી અંગે 7 દિવસમાં ખુલાસો નહીં આપે તો તપાસ કરવા DDO સમક્ષ રજૂઆત કરાશે

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:28 AM IST

અમદાવાદ. અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી (સી.ડી.એચ.ઓ) સતીષ મકવાણા ફરજ પર બેદરકારી અને સેનીટાઇઝ ખરીદી મામલે  વિવાદમાં સપડાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને સી.ડી.એચ.ઓ વચ્ચે ખટરાગથી કામગીરી પર અસર થઇ રહી છે. આ ખટરાગ વચ્ચે ચેરમેને ખરીદી બાબતે ખુલાસો માંગ્યો તો સી.ડી.એચ.ઓ એ ઉચ્ચ અધિકારીઓના માથે ઠીકરું ફોડી હાથ અધ્ધર કરી દીધા છે.

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લામાં કેસો ડબલ આંકડામાંથી સિંગલ આંકડામાં પહોંચ્યા છે. ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયા અને સી.ડી.એચ.ઓ સતીષ મકવાણા વચ્ચે અગાઉ કરેલી સેનીટાઇઝરની ખરીદી બદલ વિવાદ સર્જાયો છે. સમિતિના ચેરમેનને ફરિયાદ મળતા તેમણે સી.ડી.એચ.ઓ સતીષ મકવાણા પાસે ખરીદીની વિગત માંગી હતી. પરંતુ તેમણે વિગતો આપવાના બદલે ઉચ્ચ અધિકારીઓના માથે ઠીકરું ફોડી દીધું હતું અને ખરીદીમાં તેઓ ની કોઈ મહત્વની ભૂમિકા નહીં હોવાનું  જણાવી દીધું હતું.

બીજી તરફ આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ મેણીયાને હકીકત માલુમ પડતા તેમણે સતીશ મકવાણા પાસે  ફરી ખુલાસો માગવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે સાત દિવસમાં ખુલાસો નહીં આપે તો તપાસ કરવા ડીડીઓ સમક્ષ રજૂઆત કરાશે. બંને વચ્ચે વિવાદ શરૂ થતા હવે કામગીરી પર અસર થઈ રહી છે. કર્મચારીઓને પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસો ની આંકડાકીય માહિતી આપવામાં આવતી હતી. પરંતુ શનિવારે આ માહિતી અપાઈ નથી. તાલુકા કક્ષાએ માહિતી આપતા આરોગ્યના કર્મીઓએ ના પાડી છે.

તાલુકાના આરોગ્ય કર્મચારીઓએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીનો આદેશ હોઈ કોરોનાની માહિતી નહીં અપાય. જોકે સરકાર દ્વારા કોરોનાની માહિતી નહીં આપવાની અધિકારીઓને સૂચના  નથી છતા સરકારને સારું લગાડવા  આરોગ્યના કર્મચારીઓને માહિતી ન આપવા આદેશ કરાયો હોવાનું મનાય છે. સતીશ મકવાણા એ કહ્યું કે, માહિતી આપવાની જવાબદારી ઉચ્ચ અધિકારીઓની છે. સેનેટાઈઝરની ખરીદીમાં મારો કોઈ રોલ નથી. તમામ આક્ષેપો ખોટા છે. મારી પાસે ચાર જિલ્લાની જવાબદારી હોઈ પંચાયત નિયમિત આવવામાં સમસ્યા સર્જાય છે. 

ભાજપની રજૂઆત ધ્યાને લેવાતી નથી
દરમિયાન આરોગ્ય સમિતિના ચેરમેને કહ્યું કે, જિલ્લામાં કાયમી સી.ડી.એચ.ઓ મૂકવા સરકાર સમક્ષ રજૂઆત કરાશે. કાયમી સી.ડી.એચ.ઓ મુકાય તેવી ભાજપના સભ્યો દ્વારા માંગ પણ કરાઈ છે. જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે છતાં ભાજપના સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લેવાતી નથી. જિલ્લાના ધારાસભ્યો સરકાર સમક્ષ કાયમી સી.ડી.એચ.ઓ મૂકવા રજૂઆત કરતા નથી. તેવો આક્ષેપ ભાજપના કેટલાક સભ્યોએ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે, મોબાઈલ ઉપર સંપર્ક થઈ શકતો નથી. અગાઉ કોંગ્રેસના સભ્ય મનીષ મકવાણાએ આક્ષેપ કર્યો હતો. સી.ડી.એચ.ઓ મોબાઈલ નંબર બ્લોક કરી દેતા હોવાની પણ ફરિયાદો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: