નવજાત બાળકમાં જોવા મળ્યો કોરોના વાઇરસ, દુનિયામાં સૌથી નાની ઉંમરનો પ્રથમ કેસ

લંડન, તા. 14 માર્ચ 2020, શનિવાર

હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનો ડર જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયા આ મહામારી સામે લડી રહી છે. દરમિયાન આજે એક નવજાત બાળકમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. સૌથી નાની ઉંમરે લાગેલો કોરોનાનો આ પ્રથમ કેસ છે.

દુનિયાનો પ્રથમ નાની ઉંમરનો કેસ

આ કેસ લંડનમાં સામે આવ્યો છે. પ્રથમ તો નવજાતની માતાને ન્યૂમોનિયા થયો હતો, પણ જ્યારે મહિલા પોતાના નવજાતને લઈ હોસ્પિટલ પહોંચી તપાસ કર્યા બાદ જે જાણવા મળ્યું તેનાથી મહિલાના હોંશ ઉડી ગયા. જાણવા મળ્યું કે, તેના નવજાત બાળકને તો કોરોનાના લક્ષણો છે.

માતા દ્વારા બાળકમાં આવ્યો

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ મહિલા અને તેના બાળક બંનેમાં કોરોના વાઇરસના પોઝિટીવ લક્ષણો જોવા મળ્યા છે. આ બંનેને હોસ્પિટલમાં એક સ્પેશિયલિસ્ટ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. તો વળી અન્યને આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, મહિલાને બાળક જન્મના સમયે હોસ્પિટલમાં થોડા સમય માટે ભરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ બાળકના જન્મ બાદ માતાને ન્યૂમોનિયા લાગૂ થયો હતો. પણ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, તેને તો કોરોના વાઇરસ લા્ગ્યો છે.

ડોક્ટર્સ માટે મુંઝવણ

હાલમાં તો બાળક અને તેની માતાને અલગ અલગ કરી દેવામાં આવ્યા છે. ડોક્ટર્સ એ શોધવા લાગ્યા છે કે, શું આ બાળકને ગર્ભમાંથી તો કોરોનાના લક્ષણો આવ્યા નથી ને. હાલ તો ડોક્ટર્સ માટે પણ એ મૂંઝવણ આવી છે કે, આટલા નાના બાળકને તેની માતાથી અલગ કરી શકાય નહીં, આ સમયે માતાનું ધાવણ મળવું ખૂબ જરૂરી છે. અધિકારીઓ આ અંગે દેખરેખ કરી રહ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: