બેકહમે કહ્યું- મેસી જેવું બીજું કોઈ નથી, રોનાલ્ડો પણ તેનાથી એક સ્થાન નીચે; જોકે બંને બાકી બધાથી ઉપર
ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમે અર્જેન્ટિનાના લિયોનલ મેસીના વખાણ કર્યા હતા. તેણે મેસ્સીને પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોથી એક ક્રમ ઉપર સ્થાન આપ્યું. રોનાલ્ડો અને બેકહામ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડમાં એક સાથે રમ્યા છે. અગાઉ રોનાલ્ડો ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડમાં બેકહમની 7 નંબરની જર્સી પહેરતો હતો. બંને ખેલાડીઓ બે વર્ષ સુધી સાથે રમ્યા હતા. તે પછી બેકહમ નિવૃત્ત થયો હતો.

બેકહમે આ વાત અર્જેન્ટિનાની ન્યૂઝ એજન્સી તેલમ સાથે કરી હતી. તેણે કહ્યું, ' મેસીનો એક ખેલાડી તરીકે અલગ ક્લાસ છે. આ ક્લાસમાં તે એકલો છે. તેના જેવા બીજા કોઈનું હોવું અશક્ય છે. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ તેનાથી એક સ્થાન નીચે છે. જોકે તે બંને અન્ય તમામ ખેલાડીઓથી ઘણા ઉપર છે. "

છેલ્લી વખત બેકહમ પીએસજી માટે રમ્યો હતો
બેકહમે છેલ્લે 2013ની ફ્રેન્ચ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન માટે ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં રમ્યો હતો. આ મેચમાં પીએસજીની ટીમે બાર્સેલોના સામે લીડ મેળવી હતી, પરંતુ મેસી સબ્સ્ટિટયૂટ તરીકે આવ્યો અને તેણે મેચનું રૂપ ફેરવી નાખ્યું હતું. પેડ્રો બાર્સેલોના માટે ગોલ કરી મેચ બરાબરી પર લાવ્યો હતો. ત્યારબાદ વિરોધી ટીમના મેદાન પર વધુ ગોલના આધારે બાર્સેલોનાને સેમિફાઇનલમાં સ્થાન મળ્યું હતું.

બેકહમની છેલ્લી મેચમાં મેસીની ટીમે માત આપી હતી
આ છેલ્લી મેચ અંગે બેકહમે કહ્યું હતું કે, મેચમાં મેસી ઉતર્યો તે પહેલા અમારી ટીમ લીડમાં હતી. મેસી આવ્યા બાદ બાર્સેલોનાએ ગોલ કર્યો. અમને આ પ્રકારની હાર ગમતી નથી. અમારી ટીમે સારું પ્રદર્શન કર્યું. મને તેનો ગર્વ છે. "બેકહામ આ મેચ સમયે 37 વર્ષનો હતો. મેસી હજી પણ બાર્સેલોના તરફથી રમે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બાર્સેલોનાનો લિયોનલ મેસી (વચ્ચે) 6 વાર અને યુવેન્ટ્સનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (ડાબે) 5 વાર દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલર પસંદ થયા છે. -ફાઈલ ફોટો

Source link

Leave a Comment

%d bloggers like this: