મારા વ્હાલા દેશવાસીઓ, આવતીકાલે સવારે 9 વાગે હું તમારી સાથે એક વીડિયો શૅર કરીશ: PM મોદી

નવી દિલ્હી,2 એપ્રિલ  2020 ગુરૂવાર

કોરોનાની મહામારી વચ્ચે આવતીકાલે સવારે નવ વાગે મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. જેઓ વીડિયો સંદેશ દ્વારા દેશને એક નવો મેસેજ આપશે. હાલમાં દેશ મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. દેશમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થવાની તૈયારી છે. આજે નવા 328 કેસો બહાર આવ્યા છે. 

ગુરુવારે વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે સવારે 9 વાગે તે દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. એવામાં હાલમાં સોશિયલ મીડિયામાં પીએમ મોદીના સંબોધનને લઇ અટકળો શરુ થઇ ગઈ છે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે 
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે જ્યારે 9000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 

આ સમયે મોદીનો એક વીડિયો સંદેશ થકી દેશને સંબોધિત કરવાના મેસેજે ફરી ચર્ચા જગાવી છે. તબલિગિ સમાજે દેશભરમાં કોરોના ફેલાવતાં કોરોનાને રોકવો સરકારને ભારે પડી રહ્યો છે. દેશમાં ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો તો લોકોએ ઘરમાં રહેવા સિવાય છૂટકો નથી.

કોરોના સામે જંગ લડી રહેલી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર પાસે પોતાના લેણા પૈસાની માંગ કરી છે. હકિકતમાં પીએમ મોદી બધા રાજ્યના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યઓ કેન્દ્ર પાસેથી મેડિકલ કિટ, લેણા પૈસાની સાથે આર્થિક મદદની માગ કરી છે. રાજ્યો કે કેન્દ્રને પૂછ્યું ક્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ?

મમતા દીદીએ 2500 કરોડની માંગ કરી

પીએમ મોદી પાસે બંગાળના સીએમ મમતા દીદીએ 2500 કરોડની માંગ કરી છે. આ સાથે 50 હજાર કરોડના જૂના લેણા પણ માગ્યા છે. પશ્ચિમ બંગાળની સાથે પંજાબે પણ જૂના 60 હજાર કરોડ માંગ્યા છે. આ સાથે પંજાબે નવી ઉપજ આવે તે પહેલા કેન્દ્ર સરકાર પાસે બે લાખ ટન ઘઉ રાખવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

રાજસ્વ કલેક્શનમાં ઘટાડો
પશ્ચિમ બંગાળ અને પંજાબની જેમ બાકી અન્ય રાજ્યોએ પણ પીએમ મોદી પાસે કોરોના સામે લડવા પર્સનલ પ્રોટક્શન ઈક્વીપમેંટના સપ્લાયની માંગ કરી છે. સાથે જૂના લેણા નાણા પણ માંગ્યા છે. રાજ્યોએ પીએમ મોદીને કહ્યું કે, આ વર્ષે લોકડાઉનના કારણે રાજસ્વ કલેક્શનમાં ઘટાડો આવશે, આની ભરપાઈ કેન્દ્રએ કરવી જોઈએ,

પલાયનને રોકવામાં આવે
પીએમ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સ્કીમને પ્રદેશ સરકારોને લાગુ કરવાની અપિલ કરી છે. રાજ્ય સરકારો કોશીશ કરે કે પલાયનને રોકવામાં આવે. આ સાથે ગરીબોને તેમના ખાતામાં પૈસા અને રાશન મળી જાય. રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉન અંગે સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે શું લોડડાઉનને વધારવાનો પ્લાન છે.

કેન્દ્ર સરકાર દરેક પગલે રાજ્ય સરકારને સાથ આપશે

મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, અમે કોશીશ કરી રહ્યા છીએ કે, રાજ્ય સરકારો સાથે સારા સમન્વય સ્થાપિત કરી શકાય. કેમ કે કોરોનાની લડાઈ આપણે બધા સાથે મળીને લડવી છે.

કેન્દ્ર સરકાર દરેક પગલે રાજ્ય સરકારને સાથ આપશે. તેમણે રાજ્યની મેડિકલ સુવિધાઓ વિશે પણ જાણ્યું. સાથે ક્વોરેન્ટાઈ સેન્ટરની વિસ્તૃત માહિતી મેળવી.

Source link

Leave a Comment

%d bloggers like this: