મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો, જવાબ મળ્યો – તેઓ અત્યારે બંગાળમાં છે, પરત આવશે ત્યારે વાત થશે

મુંબઇ, તા. 17 એપ્રિલ 2021, શનિવાર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કહેર વચ્ચે મુખ્યનંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાઇ અને રેમડેસિવિર ઇંજેક્શન માટે વડાપ્રધાનને ફન કર્ય હતો. પરંતુ ફોન પર તેમને જવાબ મળ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પશ્ચિમ બંગાળમાં છે, જ્યારે પરત ફરશે ત્યારે વાત થઇ શકશે. આ દાવો મહારાષ્ટ્રની મુખ્યમંત્રી ઓફિસ દ્વારા કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે પણ કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફન પર વડાપ્રધાન સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમની ઓફિસે જણાવ્યું કે વડાપ્રધાન અત્યારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. 

આ વાતને લઇને પશઅચિમ બંગાળના ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઓક્સિજન સપ્લાઇને લઇને વડાપ્રધાનને ફોન કર્યો હતો, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તેઓ બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર બિન ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરાવાનો આરોપ લગાવ્યો હતો. 

ઉલ્લેનીય છે કે દેશમાં અત્યારે કોરોના મહામારી ભરડો લઇ ગઇ છે અને લોકોના મૃત્યુ થઇ રહ્યા ચે. અનેક રાજ્યોની હાલત અત્યંત દયનીય છે ત્યારે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને પશ્ચિમ બંગાળમાં રેલીઓ કરી રહ્યા છે. જેને લઇને પ્રજાથી માંડીને વિપક્ષ દ્વારા તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

Source link

Leave a Comment

%d bloggers like this: