રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં નવા 256 પોઝિટિવ કેસ, કુલ આંકડો 3 હજારને પાર

અમદાવાદ, તા. 25 એપ્રીલ 2020, શનિવાર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 256 કેસ પોઝિટિવ નોંધાયા છે. 6 ના મોત 17 લોકો સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ 182, આણંદ 5, બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહિસાગર 1, પંચમહાલ 5, પાટણ 1, નવસારી 1, સુરત 34, સુરેન્દ્રનગર 1, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 182 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ કેસનો આંક 3061 એ પહોંચ્યો છે. 30 લોકો વેન્ટિલેટર પર છે. સરકારે અત્યારસુધીમાં 48315 અત્યારસુધી ટેસ્ટ થયા છે. 24 કલાકમાં નવા 6 લોકોનાં મોત થયા છે.

અમદાવાદમાં કુલ કેસનો આંક 2033એ પહોંચ્યો છે.અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 3061 છે. જેમાંથી 2616 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 282 લોકો સાજા થઈને ઘરે ગયા છે. અને કુલ 133 લોકોના મોત થયા છે.વર્તમાન સમયમાં હોમ ક્વોરન્ટાઇનમાં 32119 લોકો, સરકારી ક્વોરન્ટાનમાં 3565 લોકો પ્રાઈવેટ ક્વોરન્ટાઈનમાં 246 લોકો છે. જે મળીને કુલ ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોની સંખ્યા 36730 છે.

નવસારીમાં એક બાદ એક કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં ચોથો કેસ નોંધાયો છે. 65 વર્ષના વૃદ્ધમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત વૃદ્ધના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરવાના પ્રયાસો પણ શરૂ થયા છે.

અમદાવાદમાં પણ વધુ 169 કેસ નોંધાયા

રાજ્યની સાથે સાથે અમદાવાદમાં પણ કોરોનાના વધુ 169 કેસ નોંધાયા છે. આજના કેસની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ નોધાયેલા કેસોમાંથી 88.48 ટકા કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં મોતની સંખ્યા પણ આજે 15 લોકોના થયા છે. તો અમદાવાદના કુલ કેસો વધીને 1821 થવા સામે મોતની સંખ્યા 83 થઈ છે. ગુજરાતમાં કોરોના સામે હારી જનારા લોકોની કુલ સંખ્યા 127 સામે અમદાવાદમાં મોતની સંખ્યા 83 એ ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ કરતાં મોતની સંખ્યા બમણી થઈ છે. 15 લોકોના મોત સામે અમદાવાદમાં ફક્ત 7 લોકો જ સાજા થયા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: