લૉકડાઉન લંબાવાયું: 4મેથી શરુ થશે ત્રીજો તબક્કો, બે અઠવાડિયા સુધી દેશમાં રહેશે લોકડાઉન

અમદાવાદ, તા. 1 મે 2020, શુક્રવાર

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે દેશમાં વધુ બે સપ્તાહનો લોકડાઉનમાં વધારો કરાયો છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલુ થશે. એક દિવસના જનતા કર્ફ્યુ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન કરાયું હતું. તે પછીથી બીજા તબક્કામાં 19 દિવસનું લોકડાઉન અમલમાં કરાયું હતું છતાં વધતા જતા કેસો માટે વધુ 14 દિવસનું લોકડાઉન વધારવામાં આવ્યું છે.

લોકડાઉન 2ની અવધી 3 મેના રોજ સમાપ્ત થતાં સમગ્ર દેશની નજર તેના પર હતી કે, 3 મે બાદ આખરે શું થશે. ત્યારે હવે આ બાબતને લઈ સૌથી મોટી ખબર હાલ આવી રહી છે. જે અંતર્ગત દેશમાં ફરી એક વખત 14 દિવસ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

કોરોના સંકટને લઇ આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતા. જેમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી હતી.

લોકડાઉનના ત્રીજા તબક્કા માટે ગૃહમંત્રાલયે ગાઈડલાઈન પણ જારી કરી 
મોદી સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કા માટે એક ગાઈડલાઈન પણ જારી કરી છે. જેમાં ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપી છે. જેમાં હવાઈ, રેલ, મેટ્રો સેવા બંધ રહેશે. સ્કુલ કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ તમામ ઝોનમાં બંધ રહેશે. જોકે ગ્રીન ઝોનમાં શરતો સાથે 50 ટકા બસ ચલાવવા મંજૂરી આપવામાં આવી છે. અને તમામ સેવાઓ શરૂ થશે. મોલ, થિયેટરો, જીમ, હોટલ, રેસ્ટોરન્ટ સહિત તમામ બજારો 17 મે સુધી બંધ રહેશે.દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે. ત્યારે ગ્રીન ઝોન જાહેર કરાયેલા 319 જિલ્લામાં શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે..

ઇ-કોમર્સને પરવાનગી
મોદી સરકારે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમા ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોન જીવનજરુરિયાતન સામન ઉપરાંત બીન જરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે.

મોલ્સ અને પબ્સ બંધ રહેશે
આ સાથે ગ્રીન ઝોનમાં 50 ટકા પેસેન્જર સાથે બસ સેવા શરુ કરવાની છૂટ આપી છે. બસ ડેપોમાં 50 ટકા કર્મચારી જ કામ કરશે. જોકે આ દરમિયાન કેટલીય પ્રવૃતિ પર પ્રતિબંધ રહેશે. લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ 17 મે સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત મોલ્સ, પબ્સ વગેરે પણ બંધ રાખવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: