સંજય દત્તે માતા નરગિસને પુણ્યતિથિ પર યાદ કરી પોસ્ટ શેર કરી લખ્યું, કાશ તમે આજે અને રોજ મારી સાથે હોત
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાન એક્ટ્રેસ નરગિસની આજે 3મેના પુણ્યતિથિ છે. સંજય દત્તે માતાને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. સંજય દત્તે માતા સાથેનો જૂનો ફોટો શેર કરી લખ્યું કે, તમે અમને છોડીને ગયા તેને 39 વર્ષ થયા અને મને ખબર છે કે તમે હંમેશાં મારી પાસે જ છો. કાશ તમે આજે અને દરરોજ મારી સાથે હોત. લવ યુ અને તમને રોજ યાદ કરું છું મોમ.

ક્લાસિકલ સિનેમાના હિરોઈન નરગિસનો જન્મ 1 જૂન 1929માં કોલકત્તામાં થયો હતો. તેમના લગ્ન 1958માં મધર ઇન્ડિયા ફિલ્મના તેમના કો-સ્ટાર સંજય દત્ત સાથે થયા હતા. તેમના ત્રણ બાળકો સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતા છે. 1981માં તેમનું કેન્સરને કારણે મૃત્યુ થયું હતું. દીકરાની ડેબ્યુ ફિલ્મ રોકી રિલીઝ થયાના થોડા દિવસ પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sanjay Dutt remembers mother Nargis on her death anniversary, said – wish you were here


Sanjay Dutt remembers mother Nargis on her death anniversary, said – wish you were here

Source link

Leave a Comment

%d bloggers like this: