સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલા પ્રાઈઝ વોરનો ફાયદો થશે તમને જાણો કેમ

નવી દિલ્હી,9 માર્ચ 2020 સોમવાર

ક્રૂડ ઓઈલને લઈને સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલા પ્રાઈઝ વોરનો ફાયદો ટૂંક સમયમાં તમને થઈ શકે છે. તમારા ખિસ્સામાં હવે ખર્ચ માટે વધારે પૈસાની બચત થઈ શકે છે.

કારણ કે પેટ્રોલ તમને 50 રૂપિયાની કિંમતે મળી શકે છે. સરકારનું ઈમ્પોર્ટ બિલ ઘટશે અને આગામી ક્રૂડ બાસ્કેટ પણ સરકારને રસ્તા ભાવે મળે તેવી સંભાવનાઓ બની રહી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ આજે 31 ટકા સુધી નીચે ગયો છે. તેના પાછળનું કારણ સાઉદી અરબે ઘટાડેલી કિંમતો હતું. સાઉદીએ રશિયા પાસે ‘બદલો’ લેતા કિંમતો ઘટાડી દીધી કારણ કે રશિયાએ ઉત્પાદન ઘટાડવાની તેની વાત નહોતી માની.

તેના કારણે બંને દેશો વચ્ચે પ્રાઈઝ વોર છેડાઈ ગઈ. ભારતને તેનાથી ફાયદો થઈ શકે છે. જો 30 ટકા સુધી ઘટાડાની દ્રષ્ટિએ જોઈએ અને માની લઈએ કે ઈમ્પોર્ટ બિલ ઘટવાથી ગ્રાહકોને સંપૂર્ણ બચત થશે.

તો ભારતીય માર્કેટમાં પેટ્રોલની કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. હાલમાં દેશભરમાં પેટ્રોલની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર આસપાસ છે.

ક્રૂડ બાસ્કેટની કિંમત

ભારતના ક્રૂડ બાસ્કેટની કિંમત હાલમાં 47.92 ડોલર પ્રતિ બેરલ છે. (એક બેરલ એટલે 159 લીટર) એટલે કે ભારતને એક ક્રૂડ બાસ્કેટ માટે 3530.09 રૂપિયા ખર્ચ કરવા પડે છે.

એવામાં ક્રૂડ જો 30 ટકા સુધી સસ્તુ થઈ ગયું તો ક્રૂડ બાસ્કેટની કિંમત પણ એટલી ઓછી થશે. જેથી આગામી ક્રૂડ બાસ્કેટ 2470 રૂપિયાનું હોઈ શકે છે.

જો સામાન્ય વ્યક્તિને આ વાતનો ફાયદો આપવામાં આવે તો પેટ્રોલની કિંમત 50 રૂપિયા સુધી પહોંચી શકે છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ મુજબ, ડિસેમ્બર 2019માં ક્રૂડ બાસ્કેટની એવરેજ કિંમત 65.52 ડોલર હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: