સ્પોર્ટ્સ સેક્ટરને 90 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન, દર્શકો વિના બેસબોલ લીગ રમવામાં આવે તો પણ રોજ 15 હજાર કરોડ રૂપિયાની કમાણી ઓછી થશે
કોરોનાવાયરસના કારણે અમેરિકન સ્પોર્ટ્સ સેક્ટરને મોટું નુકસાન થવાની સંભાવના છે. ઇએસપીએનના રિપોર્ટ અનુસાર, દેશના 100 બિલિયન ડોલર (7 લાખ 54 હજાર કરોડ) વાળા સ્પોર્ટ્સ સેક્ટરને આશરે 12 બિલિયન ડોલર (90 હજાર 491 કરોડ)નું નુકસાન થશે. તેમજ જો દર્શકો વિના બેસબોલ લીગ થાય તો રોજ 15 હજાર કરોડ રૂપિયાની કમાણી ઓછી થશે.
આ રિપોર્ટ વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્પોર્ટ્સ બિઝનેસ પ્રોગ્રામના ડાયરેક્ટર પેટ્રિક રિશે બનાવ્યો છે. તેમાં તેમણે શટડાઉનને કારણે દેશની મેજર સ્પોર્ટ્સ અને કોલેજ લીગને થતાં નુકસાનનો અભ્યાસ કર્યો છે. સ્ટડી અનુસાર, યુએસ પ્રો સ્પોર્ટ્સને લગભગ 5.5 બિલિયન ડોલર (41 હજાર 250 મિલિયન) નું નુકસાન થશે, જ્યારે કોલેજથી ચાલતી સ્પોર્ટ્સ લીગ લોકડાઉનને કારણે 3.9 બિલિયન ડોલર (29 હજાર 250 મિલિયન)ની આવક ગુમાવશે.
એનએફએલ રદ્દ કરવાથી નુકસાનમાં વધારો થશે
નેશનલ ફૂટબોલ લીગ એટલે કે એનએફએલ રદ્દ થતાં નુકસાનમાં વધારો થશે. આમાં મોટા ખેલાડીઓને ચૂકવવામાં આવતા પગાર અને સ્ટેડિયમમાં કામ કરતા સ્ટાફના પગારનો સમાવેશ થાય છે. જોકે, રિપોર્ટમાં નુકસાનનો ઓછો અંદાજ લગાવવામાં આવ્યો છે, કારણ કે તેમાં ગેમ્બલિંગ (જુગાર), આઉટડોર સ્પોર્ટ્સ, ગોલ્ફ, ટેનિસ અને નૈસકર જેવી ઓટો રેસીંગ ઇવેન્ટ્સને રદ્દ કરવા અથવા સ્થગિત કરવાથી થનાર આર્થિક નુકસાનને જોડવામાં આવ્યો નથી.
પ્રો સ્પોર્ટ્સ લીગમાં દર્શકો પાસેથી થતી 24 હજાર કરોડની આવક થશે નહીં
લોકડાઉનને કારણે યુ.એસ.માં સ્પોર્ટસ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. આવી સ્થિતિમાં ટિકિટથી થતી આવકને પણ અસર થઈ છે. એકલા પ્રો સ્પોર્ટ્સ લીગમાં જ ટિકિટ અને અન્ય ચીજો પર દર્શકો દ્વારા ખર્ચ કરવામાં આવતી લગભગ 3.25 બિલિયન ડોલર (24 હજાર 375 કરોડ)ની રકમનું નુકસાન થશે. આ સિવાય ટેલિવિઝન રાઇટ્સ દ્વારા પણ 2.2 બિલિયન ડોલર (16 હજાર 500 કરોડ રૂપિયા)ની આવક થશે નહીં.
દર્શકો વિના બેસબોલ થવા પર પણ મોટું નુકસાન થશે
નેશનલ ફૂટબોલ લીગ રદ થતાં ટીવી રાઇટ્સથી 11.5 બિલિયન ડોલર (86 હજાર 250 કરોડ રૂપિયા)ની આવક પણ થશે નહીં. જો મેજર લીગ બેસબોલની અડધી સીઝન દર્શકો વિના રમવામાં આવે તો પણ મેચ દરમિયાન એક દિવસ દર્શકો દ્વારા ખર્ચવામાં આવેલા 2 બિલિયન ડોલર (15 હજાર કરોડ રૂપિયા) નું નુકસાન થશે.
30 લાખ નોકરીઓ પર પણ સંકટ
અમેરિકામાં લગભગ 30 લાખ નોકરીઓ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. આમાં ટ્રેનર્સ, ગાર્ડ્સ, સ્કાઉટનો સમાવેશ થાય છે. શટડાઉન વધતા આના પર પણ અસર પડશે. રિશે કહ્યું હતું કે, આપણે ઈકોનોમિસ્ટ તરીકે કંઈ કરી શકતા નથી. કોરોનાથી જે પ્રકારનું નુકસાન થયું તે આઘાતજનક છે. કારણ કે આપણે આજ પહેલાં ક્યારેય આવું કશું જોયું નથી.
મેજર સોકર લીગના ખેલાડીઓની ટ્રેનિંગ બુધવારથી શરૂ થશે
અહીં, મેજર લીગ સોકર વિશે સારા સમાચાર છે. લીગના ખેલાડીઓ આવતા અઠવાડિયે બુધવારથી પ્રેક્ટિસ શરૂ કરી શકશે. જોકે, આ સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. મેદાનને ચાર જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવશે. દરેક ખેલાડી તેના ઝોનમાં રહેશે. આ પહેલા, એનબીએએ ખેલાડીઓને વ્યક્તિગત ટ્રેનિંગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Sports sector is estimated to lose Rs 90,000 crore, even if a baseball league is played without spectators, the daily revenue of Rs 15,000 crore will be less.

Source link

Leave a Comment

%d bloggers like this: