1.39 lakh people from 34077 households were surveyed in last 4 hours in Ahmedabad district|અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં 34077 ઘરોના 1.39 લાખ લોકોનો સર્વે કરાયો

  • જિલ્લામાં પ્રવેશતા 101131 લોકોનું સ્ક્રીનીંગ

  • આજે 108 લોકોના સેમ્પલ પૈકી 04 પોઝીટીવ અને 104 લોકોના સેમ્પલ નેગેટીવ

  • જિલ્લામાં કુલ 35 પોઝીટીવ
  • 47.52 લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા અને હોમીયોપેથિક દવાઓ અપાઈ

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 10:02 PM IST

અમદાવાદ. કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે.  

અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં મેગા સર્વે હાથ ધરાયો છે. કોરોનાની મહામારીને એક પડકાર સ્વરૂપે લઈને જિલ્લામાં વિવિધ રીતે સર્વે હાથ ધરાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૪ જેટલી ટીમો બનાવી 34037 ઘરોના 139560 લોકોનો સર્વે હાથ ધરાયો છે. જિલ્લામાં પ્રવેશતા વિવિધ માર્ગો પર રીંગ રોડ ઉપર 08 ચેકપોસ્ટ બનાવેલ છે જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.  થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી પછી જવા દેવામાં આવે છે જો ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ તમામ ચેકપોસ્ટ સેનીટાઇઝ કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ 08 ચેક પોસ્ટ પર 101131 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવાત્ત કે શંકાસ્પદ જણાતા 26  જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા ૨૪ કલાકમાં સ્ક્રીનીંગ કરાયેલી 4435 પૈકી એક પણ વ્યક્તિમાં આવા કોઈ પણ સામાન્ય તાવ-શરદીના લક્ષણ જણાયા નથી. સાથે સાથે ગામડાઓમાં  “ગ્રામ યોધ્ધા કમિટી“ બનાવાઈ છે, આ કમિટી  ગામમા અવર-જવર કરતા લોકોનું રજીસ્ટર નિભાવે છે.  460 ગામમાં 28948  લોકોની અવરજવર અંગે નોંધણી કરવામાં આવી છે. 

1068 વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રને રાહત

અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1602 વ્યક્તિઓને  ક્વોરેન્ટાઈન કરાયા હતા. તે પૈકી 1068 વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુર્ણ કરતા આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 534 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. અત્યાર સુધી કુલ 1567 લોકોના સેમ્પલ લેવાયા છે. તે પૈકી 35 પોઝીટીવ અને 1532 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. હાલમાં પોઝીટીવ સારવાર હેઠળ 23 દર્દીઓ છે જ્યારે 12 વ્યક્તિ રીકવર થઈ છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ 22, સાણંદ તાલુકામાં 4, તથા બાવળા, વિરમગામ, ધંધુકા, ધોળકા અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 35 લોકો પોઝીટીવ લક્ષણો ધરાવે છે. જો કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જિલ્લામાં આજે  04 કેસ પોઝિટિવ જણાયા છે. 

જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ઘરોને સેનીટાઈઝ કરાયા
અમદાવાદ શહેરમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનીટાઈઝની વિસ્તૃત કામગીરી કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ ઘરોને સેનીટાઈઝ કરાયા છે. “આ બહુ મોટુ ટાસ્ક હોવા છતા આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા દિવસ-રાત લકામગીરી કરાઈ છે. જિલ્લામાં 47.52 લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળા હોમીયોપેથિક દવાઓ અપાઈ છે.  આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે આયુષ ટીમ ખુબ સુંદર રીતે કામ કરી રહી છે. ” એમ શ્રી અરૂણ મહેશ બાબુએ ઉમેર્યુ હતું. 

Source link

Leave a Comment

%d bloggers like this: