7 male and 5 female students studying in Sumandeep University caught drinking alcohol|સુમનદીપ વિદ્યાપીઠમાં તબીબનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થિનીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

  • વાઘોડિયા પાસે આવેલા આમોદર ગામ પાસે શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાનમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસની રેડ
  • પોલીસની રેડ દરમિયાન તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ પીધેલી હાલતમાં મળી આવ્યા
  • વ્હાઇટ વોકર, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ રિઝર્વ, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ અને વેટ 69 ઇંગ્લિશ દારૂની બોટલો મળી
  • દારૂની મહેફિલમાં પકડાયેલા પૈકી કેટલાક વિદ્યાર્થીઓ અને કેટલાક રેસિડેન્ટ ડોક્ટર્સ હોવાનું જાણવા મળ્યું છે

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 11:36 AM IST

વડોદરા. વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં દારૂની મહેફિલ માણતા સુમનદીપ વિદ્યાપીઠમાં તબીબનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થિનીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વ્હાઇટ વોકર ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-2, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, વેટ 69 ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, તેમજ જૈનમ મહેતાની કાર અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા 9,55,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

ડો. કિર્તન પટેલ અને જૈનમ મહેતાએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં રહેતા ભાડેથી રહેતા ડો. કિર્તન જગદીશભાઇ પટેલ અને જૈનમ વિપુલભાઇ મહેતાએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂની ચાલતી મહેફિલની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં કરી હતી. જેને આધારે વાઘોડિયા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને નશામાં ચૂર હાલતમાં ઝડપી પાડ્યા હતા. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પૈકી મોટાભાગના સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, તા. વાઘોડિયા ખાતે અભ્યાસ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને પોલીસ તપાસમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું.

દારૂની મહેફિલમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના 12 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના નામ
(1) ડો. કિર્તન જગદીશભાઇ પટેલ (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ)
(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ)
(3) કોશી જોસેફ (રહે. રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા)
(4), અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહે. રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી)
(5), રૂચીત પરાગભાઇ શાહ (રહે. એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ)
(6) ગણેશ શિવઅન્ના (રહે. 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ)
(7), અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ ( રહે. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ)
(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ)
(9) ચેતના મોહનભાઇ દુહાન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામિલનાડુ)
(12) સોવીયા સુખરાજ ગીલ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ)

Source link

Leave a Comment

%d bloggers like this: