70-year-old woman beats Corona with milk alone, four-year-old Mahira recovers with only syrup|માત્ર દૂધના સહારે 70 વર્ષનાં વૃદ્ધાએ કોરોનાને માત આપી, ચાર વર્ષની માહિરા માત્ર સિરપથી સાજી થઈ

  • સાજાં થયેલાં 70 વર્ષનાં ચંદ્રિકબેન અને 4 વર્ષની માહિરા સાથે ખાસ વાતચીત
  • વૃદ્ધાને પ્રેશરની બીમારી હોવા છતાં લિક્વિડ ડાયેટનો અમલ કરી સ્વસ્થ થયાં

જલ્પેશ કાળેણા

May 02, 2020, 05:38 AM IST

સુરત. સુરત શહેરમાં શુક્રવારે 26 કોરોના પોઝિટિવ દર્દીઓે ડિસ્ચાર્જ થયાં છે, જ્યારે રિકવરી રેટમાં પણ વધારો થયો છે ત્યારે 70 વર્ષના ચંદ્રિકા જરીવાલાએ 15 દિવસ કોરોના વોર્ડમાં રહ્યા હતાં. આ સાથે 4 વર્ષની માહિરા બોબતએ પણ વોર્ડમાંથી રજા મેળવી ઘરે ગઇ છે. દિવ્ય ભાસ્કરે શુક્રવારે રજા મેળવનાર સૌથી નાની વયની માહિરાના પિતા અને સૌથી મોટી ઉંમરના ચંદ્રિકાબેન સાથે વાત કરી હતી.
ભોજન ન ભાવતા હું માત્ર દૂધ અને દવાના સહારે જ દિવસભર રહેતી
માન દરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા ચંદ્રિકા જરીવાલાએ જણાવ્યું હતું કે, ‘ 17 દિવસ પછી મને રજા અપાઇ છે. મને માત્ર બ્લડ પ્રેશરની જ સમસ્યા છે. મને ખબર નથી કે કેવી રીતે હું ચેપગ્રસ્ત બની. પરંતુ મને હોસ્પિટલમાં કોઈ વસ્તુ ભાવતી ન હતી. હું માત્ર દવા પીતી હતી. 15 દિવસમાં મેં માત્ર 2 રોટલી જ ખાધી છે. મને દુધ અને લિક્વીડ વસ્તુઓ આપવામાં આવતી હતી તે જ પીતી હતી. હું મોટા ભાગે દૂધ પર જ રહી છું. દવા ડોક્ટરના કહેવા પ્રમાણે લેતી હતી. મારા પતિ 72 વર્ષના છે, એમને પણ કોરોના પોઝિટિવ છે, પરંતુ હજી એમને રજા આપવામાં આવી નથી.’
હોસ્પિટલમાં મળતું જમવાનું અને સિરપથી જ દીકરીએ જીત મેળવી
માહિરાના પિતા મોહસીને જણાવ્યું હતું કે, માહિરા બોબતને 16મીએ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 17મી એપ્રિલના રોજ તેમને સિવિલમાં દાખલ કરાઇ.એમના પિતાએ કહ્યું હતું કે, ‘માહિરાને 15 દિવસ સુધી હોસ્પિટલમાં સવારે અને સાંજે 5-5 એમએલ સિરપ આપવામાં આવતી હતી. આ સિવાય બીજી કોઈ પણ દવા આપવામાં આવી ન હતી. માત્ર સિરપથી જ કોરોનાને હરાવ્યો છે.’

Source link

Leave a Comment

%d bloggers like this: