After the woman doctor in Veraval, her father’s report was also positive|વેરાવળમાં મહિલા તબીબ બાદ તેના પિતાનો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ

  • રાજકોટ સારવાર માટે ગયેલા તાલાલાના પુરૂષનો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 06:13 AM IST

વેરાવળ. ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળમાં થોડા દિવસ પહેલા ખાનગી દવાખાનાનાં મહિલા તબીબનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આ‌વતા તેના પરિવારને હોમક્વોરન્ટાઈન કરાયો હતો. ત્યારે તેમના 72 વર્ષીય પિતાનો પણ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે રાજકોટ સારવાર લેવા ગયેલા તાલાલાના વાડી વિસ્તારમાં રહેતા પુરૂષનો રીપોર્ટ પણ પોઝિટીવ આવતા જિલ્લામાં બે પોઝિટીવ કેસ સાથે કુલ આંક 52 પર પહોચ્યો છે. જેમાંથી 47 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં છે. અને 4 દર્દી હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

97 સેમ્પલનો રીપોર્ટ હજુ પેન્ડીંગ
જિલ્લામાં અત્યાર સુધીમાં 3756 સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી 3512નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ત્યારે 97 સેમ્પલનો રીપોર્ટ હજુ પેન્ડીંગ છે. આ ઉપરાંત  21 જૂનનાં વેરાવળમાંથી 21, સુત્રાપાડા 13, કોડીનાર 13, ઊના 19, ગીરગઢડા 14, તાલાલા 15 આમ કુલ 95 સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલવામાં આવ્યાં છે. જયારે અત્યાર સુધીમાં જિલ્લામાં 535 આરોગ્ય કેમ્પ યોજી 17924 લોકોને સારવાર અપાઇ હતી.

જૂનાગઢમાં 2, અમરેલી જિલ્લામાં 3 કેસ
જૂનાગઢ શહેરમાં જનતા લોજમાં 35 વર્ષના યુવાન તથા મેંદરડાનાં અલ્કાપુરી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તેઓને સારવારમાં ખસેડાયા હતા. તેમજ ઘર આસપાસનાં વિસ્તારોને કન્ટેઈમેન્ટ અને બફોરઝોન જાહેર કરાયા હતા. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. ત્યારે ખાંભાના બે અને અમરેલી શહેરના એક પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કુલ આંક 42 પહોંચી જવા પામ્યો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: