Ahmedabad policeman corona test positive|અમદાવાદના પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતા અરવલ્લી જીલ્લામાં ફફડાટ

  • ખડોદા ગામે પરિવારને મળવા પોલીસકર્મી સતત અવર-જવર કરતો હતો 
  • અરવલ્લી જીલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 19 કેસો પૈકી મોટાભાગના દર્દીઓની હીસ્ટ્રી અમદાવાદ સાથે સંકળાયેલી છે

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 10:30 PM IST

અમદાવાદ. કોરોના વાયરસ covid-19 અંતર્ગત મુખ્ય ભૂમિકા ભજવતા પોલીસ વિભાગના કોરોના વોરિયર્સ તરીકે પોલીસતંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત બની રહ્યા છે. અમદાવાદમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓને કોરોના પોઝિટિવ થવાના આંકડાઓમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે અને મોડાસા સહિત અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણને લઈને નોંધાયેલા કોરોના પોઝિટિવના કુલ 19 કેસો પૈકી મોટાભાગના દર્દીઓની હીસ્ટ્રી અમદાવાદ સાથે સંકળાયેલી છે ત્યારે મોડાસા તાલુકાના ખડોદા ગામના અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતો પોલીસકર્મીની મંગળવારે તબિયત લથડતા અમદાવાદમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ મચ્યો હતો.

ખડોદા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી

અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રએ પોલીસકર્મીના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમક્વોરેન્ટીન કરી સર્વેની કામગીરી હાથધરી છે. પોલીસકર્મીની બેદરકારીના પગલે ખડોદા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તેમજ અમદાવાદ કોરોનાના અજગરી ભરડામાં લપેટાયું છે, ત્યારે હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીની બેદરકારીના લીધે ખડોદા સહીત આજુબાજુ પંથકના લોકોમાં કોરોના સંક્રમિત થવાનો ભય પેદા થતા ફફડાટ ફેલાયો છે.

પોલીસકર્મીના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમક્વોરેન્ટીન કરી સર્વેની કામગીરી હાથધરી 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખડોદા ગામના જયેશભાઇ અમૃતભાઈ મકવાણા અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. અને પરિવાર સહિત અમદાવાદ સ્થાયી થયો છે કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતા પોલીસકર્મી તેના પરિવારને ખડોદા વતનમાં મૂકી ગયો હતો અને પરિવારજનોને મળવા ખડોદા સતત અવર-જવર કરતો હતો સોમવારે પોલીસકર્મી જયેશ મકવાણા ફરજ પુરી કરી પરત ખડોદા પહોંચ્યો હતો અને મંગળવારે પરત અમદાવાદ ગયા પછી પોલીસકર્મીની તબિયત લથડતા તેને સારવાર લીધી હતી. શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા પોલીસકર્મીનો રિપોર્ટ કરાવતા પોલીસકર્મીનો કોરોના પોઝિટિવ આવતા અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રને જાણ થતા તાબડતોડ પોલીસકર્મીના પરિવારજનો અને પોલીસકર્મીના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી સર્વેની કામગીરી હાથધરી હતી. હાલ તો પોલીસકર્મીના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા લોકોને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન હોવાથી હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: