Akshay Kumar-Rohit Shetty started promotion of Sooryavanshi on the second day of the trailer release|ટ્રેલર રિલીઝના બીજા દિવસથી અક્ષય કુમાર-રોહિત શેટ્ટીએ ‘સૂર્યવંશી’નું પ્રમોશન શરૂ કર્યું

Divyabhaskar.com

Mar 03, 2020, 04:57 PM IST

મુંબઈઃ અક્ષય કુમાર તથા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું ટ્રેલર બીજી માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થતાં જ ચાહકો ફિલ્મને લઈ ભારે ઉત્સુક જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અક્ષય-રોહિત ઉપરાંત સિંઘમ અજય દેવગન, સિમ્બા રણવીર સિંહ, કેટરીના કૈફ તથા પ્રોડ્યૂસર કરન જોહર હાજર રહ્યાં હતાં. હવે, અક્ષય તથા રોહિતે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

સૌ પહેલાં કપિલના શોમાં ગયા
અક્ષય કુમારે પોતાની ફિલ્મનું પ્રમોશન કપિલના શો ‘ધ કપિલ શર્મા શો’થી શરૂ કર્યું હતું. આ શો અક્ષય કુમારનો ફેવરિટ શો છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં રોહિત શેટ્ટી સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, એક જગ્યા, જ્યાં હું મારી ફિલ્મના પ્રમોશન દરમિયાન અચૂકથી આવું છું. તમે કહી શકશો આ જગ્યા કઈ છે? તો કપિલ શર્માએ પણ સોશિયલ મીડિયામાં સેટ પરની તસવીરો શૅર કરીને કહ્યું હતું, સાત વાગ્યાનું શૂટિંગ, કોઈ કહી શકશે કે આજે કોણ આવવાનું છે? કપિલની આ પોસ્ટ પર શિલ્પાના પતિ રાજ કુંદ્રા, બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે અક્ષય કુમાર આવવાનો છે.

કરન જોહર-કેટરીના પણ આવ્યા
કપિલ શર્માના શોમાં રોહિત શેટ્ટી તથા અક્ષય કુમાર જ નહીં પણ ફિલ્મની લીડ એક્ટ્રેસ કેટરીના કૈફ તથા ફિલ્મના પ્રોડ્યૂસર કરન જોહર પણ આવ્યા હતાં.

ગયા વર્ષે અક્ષય કુમાર ચાર વાર આવ્યો હતો
ગયા વર્ષે અક્ષય કુમારની ચાર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં ‘કેસરી’, ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ તથા ‘ગુડ ન્યૂઝ’ સામેલ છે. અક્ષય કુમારે આ ચારેય ફિલ્મ્સનું પ્રમોશન કપિલના શોમાં કર્યું હતું. અક્ષય કુમાર સવારે સાત કે પછી છ વાગે જ શૂટિંગ રાખે છે.

24 માર્ચે ફિલ્મ રિલીઝ થશે
અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ 24 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં જેકી શ્રોફ વિલનના રોલમાં જોવા મળે છે. ચર્ચા છે કે ફિલ્મના ક્લાઈમેક્સમાં રાની મુખર્જી, શિવાની શિવાજી રોય તરીકે એન્ટ્રી લેવાની છે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મ મુંબઈના બેકડ્રોપ પર આધારિત છે. ફિલ્મમાં મુંબઈમાં આતંકી હુમલો થવાનો છે. આ હુમલાને ટાળવા માટે અક્ષય કુમાર શક્ય તેટલા પ્રયાસો કરે છે. ફિલ્મમાં તેણે વીર સૂર્યવંશીનો રોલ પ્લે કર્યો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: