Alex Hales messaged at 2 o’clock in the night saying – I have corona symptoms; The PSL was suspended from the next day|એલેક્સ હેલ્સે રાત્રે 2 વાગે મેસેજ કરીને કહ્યું

  • ટૂર્નામેન્ટ અટકી ત્યારે માત્ર 2 સેમિફાઇનલ અને ફાઇનલ બાકી હતી, જે હજી સુધી નથી રમાઈ
  • ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી એલેક્સે પોતાના સ્વાસ્થ્યને લઈને એક લેટર શેર કર્યો, તે સેલ્ફ આઇસોલેશનમાં જતો રહ્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 17, 2020, 02:15 PM IST

ગયા મહિને ક્રિકેટ ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL) કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ, PSL ફ્રેન્ચાઇઝ કરાચી કિંગ્સના માલિક સલમાન ઇકબાલે ટૂર્નામેન્ટ અંગે એક ખુલાસો કર્યો છે. તેણે બીબીસીને કહ્યું કે, અમારી ટીમમાં રહેલા ઇંગ્લેન્ડના ક્રિકેટર એલેક્સ હેલ્સે રાત્રે 2 વાગ્યે મને મેસેજ કર્યો હતો કે, તેનામાં કોરોનાના લક્ષણો છે. તેના બીજા દિવસે PSL સ્થગિત કરવાનું નક્કી થયું અને એલેક્સ તરત જ ઇંગ્લેન્ડ પાછો ફર્યો.

20 ફેબ્રુઆરી 2020 થી શરૂ થનાર PSL 22 માર્ચ સુધી રમાવવાની હતી. જો કે, ટૂર્નામેન્ટ અટકી ત્યારે માત્ર 2 સેમિફાઇનલ અને ફાઇનલ બાકી હતી, જેને બંધ સ્ટેડિયમમાં કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તેવું થઈ શક્યું નહિ. કરાચી કિંગ્સની સેમિફાઇનલ લાહોર કલંદર્સ સાથે થવાની હતી.

ડીન જોન્સે પણ ફોન કર્યો હતો
સલમાને કહ્યું કે, “પાકિસ્તાનમાં રાતના 2 વાગ્યા હતા. અમને એલેક્સનો મેસેજ મળ્યો. તેણે લખ્યું હતું- બોસ, મારામાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે. મને લાગે છે કે આપણે બધાએ ટેસ્ટ કરાવવો જોઈએ. તે પછી મને તરત ડીન જોન્સનો ફોન આવ્યો હતો. તે બહુ ડરી ગયા હતા, કારણકે કોરોનાના લક્ષણ દેખાયા પછી અમારે એકબીજાથી દૂર રહેવું જોઈએ. ટીમના બધા ખેલાડીઓનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.”

હેલસે ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપી હતી
હેલ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “કોરોનાવાઇરસને ધ્યાનમાં રાખતા હું વહેલો ઘરે પરત ફર્યો હતો. પરિવાર સાથે રહેવું મને વધુ વ્યાજબી લાગ્યું હતું. હું શનિવારે સવારે ઇંગ્લેન્ડ પહોંચો. જોકે રવિવારે મારી તબિયત બગડી હતી. ત્યારબાદ સરકારની સલાહ પ્રમાણે હું સેલ્ફ આઇસોલેશનમાં રહી રહ્યો છું. બહુ જલ્દી ટેસ્ટ કરાવ્યા બાદ મારા હેલ્થ સ્ટેટ્સની સંપૂર્ણ જાણકારી મળશે.”

Source link

Leave a Comment

%d bloggers like this: