Amitabh Bachchan shares clip from film Amar Akbar Anthony and its story, says

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 12:47 PM IST

મુંબઈ. ઈરફાન ખાન અને રિશી કપૂર દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. મહાન એક્ટર્સની ખોટ બદલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુઃખમાં છે જેમાં અમિતાભ બચ્ચન પણ સામેલ છે. 1977ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’માં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનો તેમનો એક વીડિયો શેર કરીને અમિતાભ બચ્ચને લખ્યું છે કે, શો મસ્ટ ગો ઓન. તેમણે ડચ પેન્ટર વેન ગોફના આખરી શબ્દો ટાંક્યા, આ દુઃખ હંમેશાં ટકી રહેશે. દુઃખ આપણને ક્યારેય નહીં છોડે પણ હવે સમય પોઝિટિવ રહેવાનો છે, જીવનમાં ફરી પરત ફરવાનો છે, કહેવત શો મસ્ટ ગો ઓનનો છે.

View this post on Instagram

‘Van Gogh’s final words were: this sadness will last forever. la tristesse durera toujours ..’ mailed to me by dear friend Siddharth across the street .. ! .. grief will never leave us .. but time to be positive .. time to bring the 😁 back .. time for the adage ‘the show must go on’ .. Scene shot for AmarAkbarAnthony at RK Studios fl 3 , ManMohan Desai director .. we were shooting 2 films simultaneously .. PARVARISH and AAA .. both in RK Studios .. first on fl 1, a climax action with Vinod , Amjad and me .. and this scene with me on fl 3 .. Man ji said to me, you rehearse this mirror scene ‘main zara us floor pe shot lekar aata hoon’ .. but when he came back I had already done the scene and shot it with the ASST., .. a basic idea given by Kader Bhai .. rest is all impromptu , ad lib , one take .. !! When Man ji came back to this set he was surprised that his asst., Anil Nagrath and I had done it .. he commented ‘ aye, barabar kiya hai na scene .. thok to nahi diya ..’ !! Man ji finally saw the scene a month later – it used to take time to process develop the print in those times .. he saw it at the mini trial theatre at Ranjit Studios, where were shooting the climax of AAA .. after seeing it we sat on the steps of the Office in the Studio and he said to me .. ‘Lalla ! you are going to work in every film of mine that I make, until you say NO’ !!! Those were the days !!!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 2, 2020 at 11:00pm PDT

તેમણે શેર કરેલ વીડિયોનો કિસ્સો શેર કરી લખ્યું કે, આરકે સ્ટુડિયોના ત્રીજા માળે અમર અકબર એન્થની ફિલ્મનો સીન શોટ હતો, મનમોહન દેસાઈ ડિરેક્ટર હતા. અમે ત્યારે આરકે સ્ટુડિયોમાં બે ફિલ્મ્સ પરવરિશ અને અમર અકબર એન્થનીનું શૂટિંગ કરી રહ્યા હતા. સ્ટુડિયોના પહેલા માળે ક્લાઈમેક્સ એક્શન વિનોદ, અમજદ અને હું… અને આ સીન મારી સાથે ત્રીજા માળે. મન જીએ મને કહ્યું કે તું આ મિરર સીનનું રિહર્સલ કર ત્યાં સુધીમાં હું બીજા માળે શોટ લઈને આવું છું. પણ તેઓ જ્યારે આવ્યા ત્યાં સુધીમાં મેં આ સીન આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે મળીને શૂટ કરી લીધો હતો. બેઝિક આઈડિયા કાદર ભાઈએ આપ્યો હતો બાકી બધું ઓન ધ સ્પોટ અને એક ટેકમાં થયું હતું. 

આગળની સ્ટોરી શેર કરતા બિગ બીએ લખ્યું કે, જ્યારે મન જી સેટ પર પરત ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા કે મેં અને અને તેમના આસિસ્ટન્ટ અનિલ નાગરથે શૂટ કરી નાખ્યું હતું. તેમણે કહ્યું કે, એ, બરાબર કર્યો છે ને સીન.. ઠોક તો નહીં દિયા. મન જીએ ફાઈનલી આ સીન મહિના પછી જોયો, તે સમયે પ્રિન્ટ ડેવલપ કરવામાં સમય લાગતો હતો. તેમણે રણજી સ્ટુડિયોઝમાં મીની ટ્રાયલમાં આ જોયો જ્યાં અમે અમર અકબર એન્થની ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ કરી રહ્યા હતા. તે જોયા બાદ અમે સ્ટુડિયોમાં ઓફિસના પગથિયાં પર બેઠા અને તેમણે મને કહ્યું, લલ્લા, હવે હું  જે પણ ફિલ્મ બનાવીશ તે બધી ફિલ્મ્સમાં તું કામ કરીશ જ્યાં સુધી તું ના નહીં પડે. તે દિવસો હતા.

રિશી કપૂર અને અમિતાભ બચ્ચને છેલ્લે 102 નોટ આઉટ ફિલ્મમાં કામ કર્યું હતું. રિશી કપૂરનું 30 એપ્રિલે મુંબઈની હોસ્પિટલમાં 67 વર્ષની વયે નિધન થયું. તેમની અંતિમ વિધિમાં અભિષેક બચ્ચન છેલ્લે સુધી હાજર રહ્યો હતો.

Source link

Leave a Comment

%d bloggers like this: