Amitabh Bachchan shares his version of the bikini pic to tide over this problem on Instagram|અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર બિકીની વર્ઝનનો તેમનો ફોટો શેર કર્યો, લખ્યું

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 09:02 PM IST

મુંબઈ. અમિતાભ બચ્ચન જે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે તેમણે હવે ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. તેમણે પોતાની ફિલ્મ મહાનના 37 વર્ષ પૂરા થતા તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ શોર્ટ્સમાં હતા. 1983ની આ ફિલ્મના ફોટો નીચે તેમણે લખ્યું હતું કે મેં મારો બિકીની પહેરેલ ફોટો શેર કર્યો છે.

ફોટો શેર કરીને ઇન્સ્ટા કેપ્શનમાં લખ્યું હતું કે, કોઈ મને એવું સમજાવી રહ્યા હતા કે મને હાલની જનરેશનની જેમ ઇન્સ્ટા પર વધુ લાઇક્સ કેમ નથી મળતી. તેણે કહ્યું હતું કે, કારણકે તમે બિકીનીમાં ફોટો અપલોડ નથી કરતા… અને અચાનક આ ફોટો દેખાયો… એટલે આ એકદમ પ્રોપર બિકીની નથી, આ વધારે ભરા હુઆ કીની છે. આ મારી ફિલ્મ મહાનનો ફોટો છે જે આજના દિવસે 37 વર્ષ પહેલાં રિલીઝ થઇ હતી.

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું, 37 વર્ષ થયા. ટ્રિપલ રોલ માટેનો પ્રથમ પ્રયન્ત. ત્યારે VFX વિશે સાંભળ્યું પણ ન હતું તેમ છતાં લિમિટેશનમાં પણ કેમેરા ટ્રિકથી ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ફિલ્મ બનાવી.

ફિલ્મમાં અમિતાભે અમિત નામના વકીલનો રોલ અને તેના બે દીકરા ગુરુ અને શંકરનો રોલ નિભાવ્યો હતો. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વહીદા જી, ઝીનત, પરવીન, અમજદ, અરુણ ઈરાની અને શક્તિ કપૂર હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: