“As long as I’m playing I can’t think of leaving RCB, the love of the fans and their loyalty is amazing,” said Kohli.|કોહલીએ કહ્યું- જ્યાર સુધી રમું છું RCBને છોડવા અંગે વિચારી શકતો નથી, ફેન્સનો પ્રેમ અને તેમની લોયલ્ટી ગજબ

  • કોહલીએ કહ્યું- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેની જર્ની શાનદાર રહી છે, ટીમ સાથે IPL જીતવી મારુ સપનું
  • RCB ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય જીતી શક્યું નથી

દિવ્ય ભાસ્કર

Apr 25, 2020, 04:42 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, તેમના ચાહકોનો પ્રેમ અને વફાદારી તેમને ક્યારેય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) છોડવા દેશે નહીં. વિરાટ શુક્રવારે એબી ડી વિલિયર્સ સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટ કરી રહ્યો હતો. તેણે કહ્યું, ‘RCB સાથેની મારી જર્ની શાનદાર રહી છે. ટીમ સાથે IPL જીતવી એ મારુ સપનું છે. જોકે, આજ સુધી ક્યારેય એવી પરિસ્થિતિ નથી બની કે જ્યાં હું આ ટીમને છોડવાનો વિચાર કરી શકું. ‘

RCB  ત્રણ વખત IPLની ફાઈનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય ટાઇટલ જીતી શક્યું નથી. તેણે કહ્યું કે ટૂર્નામેન્ટ જીતવી એ હંમેશા મારું લક્ષ્ય રહ્યું છે. પરંતુ ટીમનું જે પણ પરિણામ આવે તેનો સાથ ક્યારેય છોડીશ નહીં. જ્યારે સીઝન સારી ન હોય ત્યારે તમે ભાવુક થઇ જાઓ છો, પરંતુ જ્યાં સુધી હું IP રમી રહ્યો છું ત્યાં સુધી હું આ ટીમને છોડીશ નહીં. ચાહકો અને તેમની વફાદારી ગજબની છે.

મને આશા છે કે IPL વિશે કંઇક થશે: કોહલી
ગયા મહિને IPLનું આયોજન થવાનું હતું, પરંતુ કોરોનાવાયરસના કારણે તેને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી છે. આ વિશે તેણે કહ્યું કે, હાલ અમે તેના વિશે સ્પષ્ટ નથી. જો કે, મને આશા છે કે એક સમય એવો આવશે જ્યારે તેના પર કંઈક હશે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆતનો સમય પણ યાદ કર્યો. તેણે કહ્યું કે તે સમયે નવા ક્રિકેટરોમાં સિસ્ટમ પ્રત્યે ઘણું માન હતું. હું ઇચ્છું છું કે જે નવા ક્રિકેટરો આવે તે  500-600 રન કરે. જો યુવા ખેલાડીઓ ફીયરલેસ બ્રાન્ડ ઓફ ક્રિકેટ રમે, તો તેઓ ચોક્કસ કંઈક મોટું કરશે.

ડી વિલિયર્સે પણ ખાતરી આપી કે, RCB નહીં છોડે
એબી ડી વિલિયર્સે પણ વિરાટની વાતને સમર્થન આપતા કહ્યું કે, હું પણ ક્યારેય RCB નહીં છોડું. 2016માં બંનેએ એક જ મેચમાં સદી ફટકારી હતી. 14 મે 2016ના રોજ RCB અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાયેલી મેચમાં વિરાટે 109 અને ડી વિલિયર્સે 129 રન બનાવ્યા હતા. બેંગ્લોર 144 રને મેચ જીત્યું હતું.

Source link

Leave a Comment

%d bloggers like this: