As the need of patients increased, 20,000 liter oxygen tank constructed in 4 days instead of 3 months in SVP|દર્દીઓની જરૂરત વધતાં SVPમાં 3 મહિનાના બદલે 4 દિવસમાં 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક ઊભી કરાઈ

  • 1 કરોડના ખર્ચે ઊભી કરાયેલી 10 મીટર લાંબી ટેન્ક, 2 હજાર ઓક્સિજન સિલિન્ડરની ગરજ પૂરી પાડશે

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 06:59 AM IST

અમદાવાદ. એસવીપીમાં 15 દિવસમાં જ ઓક્સિજન ટેન્ક ઊભી કરાઈ છે. 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી આ ટેન્કમાં 2 હજાર સિલિન્ડર જેટલુ ઓક્સિજન સમાઈ શકે છે. ટેન્કમાં 40 ટકા જથ્થો બાકી હશે એલર્ટ મેસેજથી જાણ થઇ શકશે. એક કરોડના ખર્ચે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાઈ છે.
ટેન્કમાં સેન્સર હોવાથી 40 ટકા બાકી હશે ત્યારે કંપનીને મેસેજ મળી જશે
એસવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે. ત્યારે ઓક્સિજનની ડિમાન્ડમાં વધારો થતાં તાકીદના ધોરણે મેડિકલ ઓક્સિજન ટેન્ક ઊભી કરવામાં આવી છે. એસવીપીમાં આ જોગવાઈ હતી પરંતુ તે ઊભી કરવામાં અંદાજે ચાર મહિના સમય લાગી શકે તેમ હોવાથી અને અત્યારે ઓક્સિજની જરૂરિયાત વધી જતાં 15 દિવસમાં જ ટેન્ક ઊભી કરી દેવામાં આવી હતી. 20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી આ ટેન્ક બે હજાર ઓક્સિજન સિલિન્ડરની ગરજ પૂરી પાડી શકે છે. ઉપરાંત આ ટેન્ક સેન્સર્સ બેઝ્ડ છે એટલે ટેન્કમાં ઓક્સિજનનો જથ્થો 40 ટકાથી ઓછો થાય ત્યારે સેન્સરથી  સપ્લાય થાય છે તે દહેજ ખાતે મેસેજ જતો રહેશે અને ત્યાંથી ટેન્કર દ્વારા અહીં ઓક્સિજન લાવવામાં આવશે. અંદાજે એક કરોડના ખર્ચે આ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે.
એસવીપી હોસ્પિટલમાં એક સાથે એક હજાર દર્દીને ઓક્સિજન મળી રહે તે પ્રકારનો મેડિકલ સપ્લાય પ્લાન્ટ ઊભો કરાયો છે. અત્યારસુધી હોસ્પિટલમાં સિલિન્ડરથી દર્દીઓને ઓક્સિજન અપાતો હતો. દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ડિમાન્ડ પણ વધી હતી. જેથી ડિમાન્ડને પહોંચી વળવા માટે અને ઓક્સિજન અવિરત ચાલુ રહે તે માટે 20 કિલોલિટર લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક ઊભી કરવામાં આવી છે. જેમાં ટેન્ક હૈદરાબાદથી મંગાવાઈ હતી જ્યારે અન્ય જરૂરી મટીરિયલ્સ મુંબઈ, પૂણે, દહેજ અને વડોદરા ખાતેથી મંગાવવામાં આવ્યું હતું. ઈન્સ્ટોલેશન ઉપરાંત જરૂરી લાઈસન્સ મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગે છે.
ટેન્કની વિશેષતા

  • લંબાઈ10 મીટર
  • ઊંચાઈ2.2 મીટર
  • વજન8.2 ટન

Source link

Leave a Comment

%d bloggers like this: