Australian cricket board is trapped in cash crises due to pandemic, they have been suggested to host IPL|મહામારીના કારણે કેશ ક્રાઈસીસમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને IPLની યજમાનીનું પણ સૂચન મળ્યું

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ સાઈમન કેટીચે IPLને ઓસ્ટ્રેલિયામાં રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો
  • આ વખતે T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રમાશે
  • 29 માર્ચથી શરૂ થનાર IPLને BCCIએ લોકડાઉનના કારણે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી છે

દિવ્ય ભાસ્કર

Apr 18, 2020, 05:06 PM IST

સિડની. કોરોનાવાયરસના કારણે બધી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ જુલાઈ-ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, વાયરસના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ છે અને આ વખતે T-20 વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં છે. બીજીતરફ, ભારતમાં 29 માર્ચથી શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચે IPLને ઓસ્ટ્રેલિયામાં રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટ્સે પોતાના સ્ટાફને કહ્યું કે, અમારી સામે આર્થિક સંકટ આવ્યું છે. અમે કોઈને કંઈપણ આપવાની સ્થિતિમાં નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવાર સુધી 80% કર્મચારીઓને 30 જૂન સુધી માત્ર 20% સેલેરી આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિ ઓગસ્ટ સુધી પણ રહી શકે છે.

કોરોનાની ક્રિકેટ પર અસર વધારે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના મહામારીના કારણે દુનિયાભરના શેર બજારમાં વિશ્વવ્યાપી શેરબજાર ક્રેશ થયું છે. આનાથી ઓસ્ટ્રેલિયા ફાઇનેન્શિયલ રિઝર્વનો અંત આવ્યો છે. આ પહેલા ગુરુવારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ક્રિકેટ પર કોરોનાની અસર અન્ય રમતગમત ઉદ્યોગ કરતા વધારે છે. અમે તે અસર વિશે સંપૂર્ણ સભાન છીએ. તેને સતત દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે લોકોને સલાહ આપીએ છીએ કે હેલ્થ અને સલામતી સ્વયંસેવકો સુરક્ષિત રહે. ચાલો આશા રાખીએ કે વ્યવસાય શક્ય તેટલી વહેલી તકે ટ્રેક પર પાછો આવે.

આ વર્ષે બે મોટા બજેટ મળવાની આશા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ વર્ષે બે મોટા બજેટ મળવાની આશા છે. પહેલું બજેટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન જ્યારે મેન્સ T-20 વર્લ્ડ કપની તે યજમાની કરશે. બીજું બજેટ આ વર્ષના અંતમાં મળશે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે. જો આ બંને કાર્યક્રમો પર કોરોનાની અસર થઇ તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગી શકે છે.

ઓસ્ટ્રેલિયા 6500થી વધુ સંક્રમિત
ઓસ્ટ્રેલિયા 6500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. 65 લોકોના મોત થયા છે. મહામારીના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી, ત્યારે ત્રણ વનડેની સીરિઝ ફાઇનલ રમાયા વગર રદ્દ થઇ ગઈ હતી.

IPL માટે પણ ઓસ્ટ્રેલિયા વિકલ્પ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હેડ કોચ સાઈમન કેટિચે કહ્યું કે, IPL 2020 ભારતની બહાર થઇ શકે છે. તેનો વિકલ્પ ઓસ્ટ્રેલિયા પણ થઇ શકે છે. અમારા વધુ પડતા વિદેશી ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના છે. તેમને વિદેશમાં રમવામાં કોઈ વાંધો નથી. આ પહેલા 2014માં યુએઈ અને 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં રમાવવામાં આવી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: