bhavnagar standing chairman clean flat of mantaly disorder family|માનસિક અસ્થિર પરિવારનો ફ્લેટ ગંદકીથી ખદબદતો હતો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બે ટ્રેક્ટર કચરો કાઢી સાફ કર્યો

  • ગાયત્રી એપાર્ટમેન્ટમાં 65 ફ્લેટ આવેલા છે પરંતુ લોકોએ મદદ ન કરી

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 10:50 PM IST

ભાવનગર. ભાવનગરમાં રૂપાણી સર્કલ દીવડીની બાજુ ગાયત્રી એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટમાં 65 ફ્લેટ આવેલા છે. જેમાં ત્રીજા માળે આવેલ ફ્લેટમાં એક દાદા-માજી અને ભાઈ આમ ત્રણ વયોવૃદ્ધ માનસિક અસ્થિરતા ધરાવે છે. વર્ષોથી ફ્લેટમાં સફાઈ થઈ ન હોય જીવાંતો અને દુર્ગંધ ફેલાય રહી હતી. પરંતું અન્ય 64માંથી રહેતા લોકો સફાઈ બાબતે બહાર આવ્યા નહીં. કોરોનાના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ વિસ્તારોમાં સતત આંટા મારી હાલચાલ જાણતા હોય છે. તેમ જરૂરિયાતમંદ લોકોને કીટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા હોય છે. તેઓએ 
સ્ટાફની સાથે રહી ત્રણ કલાક કરતા વધુ સમયમાં બે ટ્રેક્ટર ભરીને કચરો ગંદકી બહાર કાઢ્યો હતો. 

આ ફ્લેટમાં એક હજાર જેટલા વંદા અને જીવાતો હતી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સાથે આ બાબતે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે બે ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં આ ફ્લેટમાં એક હજાર જેટલા વંદા અને જીવાતો હતી. અતિશય દુર્ગંધ હોય જેની સફાઈ કરવી મુશ્કેલીભર્યુ હતું . આ કચરો જીવાંતો વચ્ચે એ લોકો કેમ રહી શકતા હશે તેવો સવાલ થતો હતો.  નજરે જોયું અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, તે  લોકો માનસિક અસ્થિર છે અને બે વર્ષ પહેલાં તેમના દીકરાનું મોત થયું હતું. ત્યારે બે દિવસ મૃતદેહ ઘરમાં પડયો  રહ્યો હતો. સંવેદના સાથે ચેરમેને જણાવ્યું હતું કે આ પરિવાર સાથે કોઈ એવી ઘટના બની હશે. જેના કારણે કદાચ અસ્થિર મગજ થઈ ગયો હોય આ પરિવારને વ્યક્તિગત રીતે તમામ મદદ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. અન્ય સ્થાનિક લોકોને આ તમારા પરિવારનો સભ્ય ગણી સારસંભાળ લેતા રહેજો. સફાઈ માટે બોલાવેલ માણસોને પુરસ્કાર આપ્યું હતું.

(ભરત વ્યાસ, ભાવનગર) 

Source link

Leave a Comment

%d bloggers like this: