birthday celebration of kinjal dave, pavan joshi posted pics on instagram|19ની થઇ ગુજરાતી ગાયિકા કિંજલ દવે, ભાવિ પતિએ આ રીતે પાઠવી શુભેચ્છા

divyabhaskar.com

Nov 24, 2018, 01:21 PM IST

અમદાવાદઃ નાની ઉંમરે મોટી ખ્યાતિ હાંસલ કરનારી ગુજરાતી સિંગર કિંજલ દવે આજે 19 વર્ષની થઇ ગઇ છે. આટલી ઉંમરમાં તેણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જન્મ દિવસ નીમિત્તે કિંજલ દવેના ભાવિ પતિ પવન જોષીએ ઇસ્ટાગ્રામમાં કિંજલ સાથેના જન્મદિવસની ઉજવણી કરતી તસવીર શેર કરી છે. સાથે જ તેમણે લખ્યું છે કે આ ખાસ દિવસે તને તમામ ખુશીઓ, સફળતા, સારું સ્વાસ્થ્ય અને સપોર્ટ મળે તેવી કામના સાથે જન્મદિવસની શુભેચ્છા.

નાની ઉંમરમાં મોટી ખ્યાતિ હાંસલ કરી
ગુજરાતી સંસ્કૃતિ, લોકસાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરતા ગુજરાતી ગાયક કલાકારો પણ વિદેશમાં જાણીતા છે. પણ મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની નાનકડી છોકરી ધૂમ મચાવી રહી છે. ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે. પ્રોગ્રામ દરમ્યાન જુદી જુદી રીતે લક્ઝુરીયસ કારમાં એન્ટ્રી સવાર થઈને એન્ટ્રી કરતી કિંજલ પાસે ઈનોવા કાર છે.

કેવી રીતે કિંજલ દવે સંગીતની દુનિયામાં બની જાણીતો ચહેરો?
– કિંજલ દવેના પિતા અને તેમના મિત્ર મનુભાઈ રબારી અન્ય કલાકારો માટે ગીત લખવાનુ કામ કરતા હતા.
– સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને નાનપણથી જ ગીતો ગાવાનો રસ જાગ્યો.
– પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો.
– ગુજરાતભરમાં ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમ હિટ રહેતા કિંજલને પ્રોત્સાહન મળ્યું.
– તાજેતરમાં જ યુ-ટ્યુબ પર આવેલું કિંજલ દવેનું ‘ચાર બંગડી વાળી ઓડી, વરરાજાની ગાડી’ ગીત ગુજરાતભરમાં જાણીતુ બન્યુ છે.
– કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે.
– ગુજરાત સહિત મુંબઈ અને વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ કરી ચૂકી છે કિંજલ દવે.

Source link

Leave a Comment

%d bloggers like this: