bollywood actor Dharmendra waters plants, enjoys hearty breakfast during lockdown|ધર્મેન્દ્રે ગાર્ડનમાં વૃક્ષો-છોડને પાણી છાંટ્યું, કહ્યું- આનાથી સારી એક્સરસાઈઝ થઈ જાય છે

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 07:16 PM IST

મુંબઈ. 84 વર્ષીય ધર્મેન્દ્ર લૉકડાઉનમાં પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યાં છે. ધર્મેન્દ્ર અવારનવાર ફાર્મહાઉસના વીડિયો શૅર કરતા હોય છે. હાલમાં જ ધર્મેન્દ્રે ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ ઝાડ-છોડને પાણી છાંટતા જોવા મળે છે. ત્યારબાદ તેઓ ચા અને પરોઠાંનો નાસ્તો કરે છે. 

વીડિયો શૅર કરીને આ વાત કહી
ધર્મેન્દ્રે વીડિયો શૅર કરીને કહ્યું હતું, તમારા લોકોના પ્રેમ સાથે, સ્વસ્થ રહો, મજબૂત રહો, કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો. પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ..

શું છે વીડિયોમાં?
વીડિયોમાં ધર્મેન્દ્ર કહે છે, હેલ્લો મિત્રો, છોડ-વૃક્ષોને પાણી છાંટવાથી સારી એક્સરસાઈઝ થઈ જાય છે. અડધો કલાક આમ કરું છું. આ અડધા પરોઠાં સાથે સારી ચા પીવું છું. લવ યુ.. બાય. 

ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરે છે
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર હાલમાં પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરતા હોય છે. અહીંયા તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. આ પહેલાં પણ ધર્મેન્દ્રે ટ્રેક્ટરથી ખેતર ખેડતાં હોય તેવો વીડિયો શૅર કર્યો હતો. તેઓ પોતાના ખેતરમાં વિવિધ શાકભાજી તથા ફૂલો ઊગાડે છે. તેઓ કોરોનાવાઈરસને લઈ ઘણાં ચિંતિત છે. હાલમાં જ તેમણે ઈરફાન ખાન તથા રિશી કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો..

Source link

Leave a Comment

%d bloggers like this: