Bollywood’s Lover Boy Rishi Kapoor has made more than 115 films, acted as a child artist in the first film ‘Mera Naam Joker’ and won a National Award|બોલિવૂડના લવર બોય રિશી કપૂરે 115થી વધુ ફિલ્મ્સ કરી, પહેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું અને નેશનલ અવોર્ડ જીત્યા

  • 1973થી 2000 વચ્ચે રિશીએ 92 રોમેન્ટિક ફિલ્મ્સમાં કામ કર્યું જેમાં 36 ફિલ્મ્સ સુપરહિટ રહી
  • રિશી કપૂરે 1973થી 1981 વચ્ચે પત્ની નીતુ સાથે 12 ફિલ્મ્સમાં કામ કર્યું
  • 27 વર્ષ બાદ 2018માં રિશી અને અમિતાભે એકસાથે ‘102 નોટઆઉટ’ ફિલ્મમાં દેખાયા હતા 

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 02:12 PM IST

મુંબઈ. એક સમયના બોલિવૂડના લવર બોય ગણાતા રિશી કપૂરનું ગુરુવારે સવારે 8:45 વાગ્યે નિધન થયું. રિશી કપૂર મહાન એક્ટર રાજ કપૂરના બીજા નંબરના દીકરા હતા. રિશી કપૂરને રણધીર કપૂર અને રાજીવ કપૂર એમ બે ભાઈ છે. આ સિવાય તેમની બે બહેન રીતુ નંદા અને રીમા જૈન છે. 

રિશી કપૂરે 1970માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મના રોલ માટે તેમને નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો હતો. લીડ એક્ટર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત 1973માં બોબી ફિલ્મથી કરી હતી જેમાં તે ડિમ્પલ કાપડિયા સાથે કાસ્ટ થયા હતા. તે ફિલ્મ સમયે રિશી 20 વર્ષના હતા અને ડિમ્પલ 17 વર્ષના હતા. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો.

વર્ષ 2000 પછી રિશી કપૂર મોટેભાગે ફિલ્મ્સમાં સપોર્ટિંગ રોલમાં દેખાયા 
1973થી 2000 વચ્ચે રિશીએ 92 રોમેન્ટિક ફિલ્મ્સમાં કામ કર્યું જેમાં 36 ફિલ્મ્સ સુપરહિટ રહી. વર્ષ 2000 પછી રિશી મોટેભાગે સપોર્ટિંગ રોલમાં જોવા મળતા જેમાં હમ તુમ, ફના, નમસ્તે લંડન, લવ આજકલ, પટિયાલા હાઉસ, અગ્નિપથ, હાઉસફુલ 2 જેવી ફિલ્મ્સ સામેલ છે. રિશીએ તેમના કરિયરમાં 121 ફિલ્મ્સમાં કામ કર્યું છે.

શ્રી 420માં નરગિસે ચોકલેટ આપવાનું વચન આપતા 3 વર્ષીય રિશીએ સોન્ગમાં એક શોટ આપ્યો હતો 
રિશી કપૂરે 1973થી 1981 વચ્ચે પત્ની નીતુ સાથે 12 ફિલ્મ્સમાં કામ કર્યું. 1955ની ફિલ્મ શ્રી 420માં 3 વર્ષની ઉંમરે લાઇફનો પહેલો શોટ રિશી કપૂરે આપ્યો હતો. રિશી કપૂર ‘શ્રી 420’ના સોન્ગ ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ સોન્ગમાં દેખાયા હતા. તેમાં રાજ અને નરગિસની પાછળ વરસાદમાં ચાલનારા ત્રણ બાળકોમાં એક રિશી કપૂર હતા. નરગિસે તેમને ચોકલેટની લાલચ આપીને આ સોન્ગમાં કામ કરાવ્યું હતું.

શ્રી 420

ધ બોડી – લાસ્ટ ફિલ્મ 
ઇમરાન હાશ્મી અને શોભિતા ધૂલિપાલા સ્ટારર ધ બોડી ફિલ્મ રિશી કપૂરની લાસ્ટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં રિશીએ એસપી જયરાજ રાવલનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય 2019માં તેમની એક ફિલ્મ જુઠા કહીં કા પણ રિલીઝ થઇ હતી જેમાં તેમણે કુમાર પાંડે નામના વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો. આ સિવાય તેઓ દીપિકા પાદુકોણ સાથે હોલિવૂડ ફિલ્મ ધ ઇન્ટર્નની રિમેકમાં પણ કામ કરવાના હતા પણ તે પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. 

ધ બોડી

રિશીએ મોટેભાગે હિરોઈન સેન્ટ્રિક ફિલ્મ્સ કરી, સૌથી વધુ એક્ટ્રેસે તેમની સાથે જ ડેબ્યુ કર્યું 
ફિલ્મ ક્રિટિક્સનું કહેવું છે કે રિશી કપૂરે સૌથી વધુ હિરોઈન સેન્ટ્રિક ફિલ્મ્સમાં કામ કર્યું છે. ઉપરાંત સૌથી વધુ એક્ટ્રેસે તેમની સાથે જ ડેબ્યુ કર્યું છે. 1999માં તેમને ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરીને આ અબ લૌટ ચલેં ફિલ્મ બનાવી. ફિલ્મની સ્ટારકાસ્ટમાં રાજેશ ખન્ના, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્ના લીડ રોલમાં હતા. 2018માં તેઓ 102 નોટઆઉટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે દેખાયા હતા. રિશી અને અમિતાભ 27 વર્ષ બાદ ફિલ્મમાં સાથે દેખાયા હતા.

102 નોટઆઉટ

Source link

Leave a Comment

%d bloggers like this: