Booking housefull till 25th to see the Statue of Unity | સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 25મી સુધી બુકિંગ હાઉસફુલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફાઈલ તસવીર

  • કેટલીક ટિકિટનો સ્લોટ ટ્રાવેલ એજન્ટોને ફાળવવા રજૂઆત
  • ટ્રેનમાં આવતા પ્રવાસીઓ બુકિંગ વિના અટવાય છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સિટીના સત્તાધીશો દ્વારા વડોદરાના ટ્રાવેલ્સ એસો. સાથે તાજેતરમાં કરેલી બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કેટલીક ટિકિટોનો સ્લોટ ટ્રાવેલ એજન્ટોને ફાળવવા રજૂઆત કરાઈ હતી અથવા તેમને તત્કાલ ટિકિટ જેવી સુવિધા આપવા જણાવ્યું હતું. જોકે આ ટિકિટોના કાળાબજાર થવાની શક્યતાને પગલે રજૂઆત કરાઈ છે.

શહેરના ટ્રાવેલ એજન્ટ ઇમરાન દિવાન દ્વારા જણાવ્યા મુજબ અત્યારે 25 તારીખ સુધી સ્ટેચ્યુની ટિકિટો બુક છે. અમારી પાસે આવનાર અન્ય રાજ્યના પ્રવાસી બુકિંગ હોય તો જ ટુરનો આગળનો શિડ્યૂલ તૈયાર કરે છે. પ્રવાસીઓને પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવવી કે ઓનલાઈન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુકિંગ કરાવવું તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના દરમિયાન પણ દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ જોવા લોકો પડાપડી થઇ રહી છે. પ્લોટના અત્યારે ઓનલાઇન બુકિંગમાં માત્ર 50 ટકા ટિકિટ ફાળવાઈ રહી છે.

ટ્રેન લંબાવાતાં સ્થાનિક ટુરિઝમને નુકસાન
સ્ટેચ્યુ સુધી ટ્રેન વ્યવહાર શરૂ કરવા પ્રાથમિક તબક્કે વડોદરાની તમામ ટ્રેન વડોદરા એક્સપ્રેસ, મહામના વારાણસી અને રેવા કેવડિયા સુધી લંબાવવાની જાહેરાત રેલવે દ્વારા કરાઈ છે ત્યારે ટુરિઝમ એસોસિયેશન દ્વારા વડોદરાના ટુરિઝમને આ નિર્ણયથી ફટકો પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ મુંબઇ દિલ્હીથી આવનાર વડોદરા રોકાતો પાવાગઢથી કેવડિયા, ગીર સહિતના પ્રોગ્રામ માટે વડોદરાથી પેકેજ ગોઠવાતું હતું. હવે તે કેવડીયા રોકાશે. વડોદરાના ટુરિઝમને અને હોટેલ વ્યવસાયને નુકસાનકર્તા હશે.

Source link

Leave a Comment

%d bloggers like this: