Champions League final to be played on August 29, decision will be taken on April 23|29 ઓગસ્ટના યોજાઈ શકે છે ચેમ્પિયન્સ લીગની ફાઈનલ, 23 એપ્રિલે લેવાશે અંતિમ નિર્ણય

દિવ્ય ભાસ્કર

Apr 18, 2020, 04:22 PM IST

ફેન્સની સૌથી ફેવરિટ ફૂટબોલ લીગ ‘ચેમ્પિયન્સ લીગ’ની ફાઈનલ 29 ઓગસ્ટના રોજ યોજાઈ શકે છે. યુરોપિયન ફૂટબોલની ગવર્નિંગ બોડી આ આયોજન અંગે પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. યુએફાને આશા છે કે, ઓગસ્ટમાં અઠવાડિયામાં એક નાની ટૂર્નામેન્ટ યોજી શકાય છે. જેની ફાઈનલ 29 ઓગસ્ટે ઈસ્તામ્બુલમાં યોજાઈ તેવી શક્યતા છે. કોરોનાના કારણે માર્ચમાં લીગ સ્થગિત કરવામાં આવી, ત્યારે તેના પ્રી-ક્વાર્ટર ફાઈનલ ચાલી રહ્યાં હતા. ચેમ્પિયન્સ લીગની ફાઈનલ આમ તો 30 મેના ઈસ્તામ્બુલમાં યોજાવવાની હતી. તેથી જો 29 ઓગસ્ટે ફાઈનલ યોજાય છે તો લીગની ફાઈનલ 3 મહિના ડીલે થશે. રિપોર્ટ અનુસાર, 26 ઓગસ્ટે યુરોપા લીગની ફાઈનલ દેંસ્ક (પોલેન્ડ)માં થઈ શકે છે. યુઈએફએની બેઠક 23 એપ્રિલે છે, ત્યારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

યુએફએ બે વિકલ્પ પર વિચારી રહ્યું છે

  • ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટફાઇનલ અને સેમિફાઇનલ જુલાઈ અને ઓગસ્ટમાં રમાવવામાં આવે. એ ત્યારે જ સંભવ છે, જ્યારે ઘરેલુ લીગ જૂનમાં ફરીથી શરૂ થાય.
  • ઘરેલુ લીગની સીઝન સમાપ્ત થયા પછી ચેમ્પિયન્સ લીગની બાકીની મેચ માત્ર 1-1 લેગ છે. પૂરી ટૂર્નામેન્ટ એક અઠવાડિયામાં સમાપ્ત થઇ જશે.

લા લિગા સિઝન રદ્દ કરવામાં આવે તો ટોચની 4 ટીમ ક્વોલિફાય થશે

સ્પેનિશ ફૂટબોલ ફેડરેશન દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે, જો લા લિગાની વર્તમાન સિઝન રદ્દ કરવામાં આવે તો હાલની ટોચની 4 ટીમો આવતા વર્ષે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થશે. લીગ 12 માર્ચથી મુલતવી રાખવામાં આવી છે. તમામ 20 ટીમોએ 27-27 મેચ રમી છે. દરેક ટીમ એક સીઝનમાં 38 મેચ રમે છે. પોઇન્ટ ટેબલ મુજબ, બાર્સેલોના પ્રથમ, રિયલ મેડ્રિડ બીજા, સેવિલા ત્રીજા અને રિયલ સોસાઈડાડ ચોથા ક્રમે છે. ગેટાફે, એટલેટિકો મેડ્રિડ અને એથલેટિક બિલબાઓ યુરોપા લીગ રમશે.

Source link

Leave a Comment

%d bloggers like this: