Chief Minister Rupani in a video conference with the Prime Minister said, “The lockdown will be carried out as per the order.”|વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું, ‘લોકડાઉનનું આદેશ મુજબ પાલન કરવામાં આવશે’

  • અમદાવાદમાં 750 અને સુરતમાં 666 જેટલી ટીમોએ 3 દિવસ સુધી સતત ડોર-ટુ-ડોર સર્વે કર્યો
  • આવતાં સપ્તાહ સુધીમાં રાજ્યમાં કોરોના દર્દી માટે 22,500 બેડ્સની ક્ષમતા કરાશેઃ રૂપાણી
  • મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ગુજરાતની સ્થિતિ રજૂ કરી
  • કોમોરબિડ અને સીરીયસ થયા પછી દાખલ થતા દર્દીના કારણે મોતનો આંક વધુઃ CM
  • ગુજરાતમાં કુલ 1500 આઇસીયુ અને 1500 વેન્ટિલેટરની વ્યવસ્થા છે
  • એપ્રિલ મહિનામાં ગુજરાતના 85 ટકા લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 10:35 AM IST

અમદાવાદ. ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસના કારણે મૃત્યુદર કેમ વધારે કેમ છે તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ સ્પષ્ટતા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, ગંભીર રોગ ધરાવતા એટલે કે કોમોરબિડ દર્દીઓ અને કોરોનાના ગંભીરરીતે શિકાર થઇ ગયા પછી સારવાર માટે દાખલ થતા દર્દીઓના કારણે ગુજરાતમાં મૃત્યુ આંક વધારે છે.

ચાલુ સપ્તાહ સુધીમાં 22500 બેડની સુવિધા થઇ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન સમક્ષ વિજય રૂપાણીએ ગુજરાતની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે, ગુજરાતમાં સઘન સર્વેલન્સ થતા કોવિડ-19 પર કંટ્રોલ મેળવી શકયા છીએ. ઉપરાંત ચાલુ સપ્તાહ સુધીમાં 22500 બેડની સુવિધા થઇ જશે. રૂપાણીએ ગુજરાતના મૃત્યુઆંક વિશે કહ્યું હતું કે જે દર્દીઓને કેન્સર, હાઇપરટેન્શન, કીડની જેવા ગંભીર રોગ સાથે કોરોના થવાથી મૃત્યું થાય છે, આવા આંક 85 ટકા છે. ઉપરાંત કોવિડ-19નો શિકાર થઇ ગયા પછી મોડા મોડા દર્દી હોસ્પિટલમાં દાખલ થતા તેમનાના કોવિડ ગંભીરપણે પ્રસરી ગયો હોય છે,આથી આવા દર્દીઓનો બચવાની શકયતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતી વખતે જ ઓછી હોય છે,આમ, કોમોરબિડ અને સીરીયસ હોય ત્યારે જ સારવાર માટે હોસ્પિટલાઇઝ થવાની વૃત્તિને કારણે ગુજરાતમાં મોતનો આંક વધ્યો છે. રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં 3 જિલ્લામાં એકેય કેસ નથી. રાજ્યમાં લોકડાઉન બાબતે પણ સંપૂર્ણપણે કેન્દ્રની ગાઇડલાઇનને અનુસરીને નાના, મધ્યમ વેપારી અને કર્મચારીઓને તકલીફ ન પડે તેમ ધીમે ધીમે લોકડાઉન ખોલવામાં આવશે.

હોટસ્પોટ વિસ્તારમાં સઘન સર્વે કર્યો
ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી કુલ 3301 પોઝિટિવ કેસ છે. જેમાં 2837 એક્ટિવ છે અને 151 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 313 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તારીખ 17 એપ્રિલ સુધીમાં 22,467 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં 2800થી વધુ ટેસ્ટ થયા છે. હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધારે તકેદારી રાખવામાં આવી રહી છે. જેથી તે વિસ્તારના પોઝિટિવ કેસ ઝડપથી બહાર આવે. અમદાવાદમાં સ્વાસ્થ્ય અધિકારીઓની 750 જેટલી ટીમોએ અને સુરતમાં 666 જેટલી ટીમોએ 3 દિવસ સુધી સતત ડોર-ટુ-ડોર સર્વે કર્યો છે. 

ગુજરાતમાં 10 હજાર બેડની વ્યવસ્થા
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા જ કોવિડ હોસ્પિટલને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે ગુજરાતમાં 10,500 બેડની વ્યવસ્થા સાથે 61 જેટલી કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં કુલ 1500 આઇસીયુ અને 1500 વેન્ટિલેટરની વ્યવસ્થા છે. આ ઉપરાંત રાજ્યમાં 5000 બેડની ક્ષમતાવાળા કોવિડ કેર સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. જે દર્દીઓમાં ગંભીર લક્ષણો નથી તેમને કેર સેન્ટરમાં રાખવામાં આવે છે.

એપ્રિલમાં 85 ટકા લોકોને અનાજ આપ્યું
હાલ તો ગુજરાતમાં દૂધ, અનાજ, દવા, ફળ સહિત શાકભાજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં એનએફએસએના 66 લાખ જેટલા પરિવારોને વિનામૂલ્યો ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું વગેરે આપવામાં આવ્યું હતું. જ્યારે એપ્રિલના મધ્ય અઠવાડિયામાં 60 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારે લાભાર્થીઓ માટે અલગ અલગ દિવસોમાં અલગ અલગ સંખ્યાવાળા રેશનકાર્ડ ધારકોને લાભ આપીને સુઆયોજન ગોઠવ્યું હતું. ત્યારબાદ 25થી 30 એપ્રિલ વચ્ચે 66 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. આમ, એપ્રિલ મહિનામાં ગુજરાતના 85 ટકા લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું.

સરકારના આદેશ મુજબ છૂટછાટ આપી
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના આદેશથી 20મી એપ્રિલથી ગ્રામિણ વિસ્તારમાં ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં વિવિધ ભવનનિર્માણ કાર્ય, પ્રાઇવેટ ફર્મની કામગીરી વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 25મી એપ્રિલે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર એક્સપોર્ટ્સ યુનિટ્સને પરવાનગી આપવામાં આવી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: