Congratulations from film stars, including sports giants; Shastri said- Your legacy will be immortal|રમત જગતના દિગ્ગજો સહિત ફિલ્મ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા; શાસ્ત્રીએ કહ્યું- તમારો વારસો અમર રહેશે

દિવ્ય ભાસ્કર

Apr 24, 2020, 04:07 PM IST

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર શુક્રવારે 47 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર રમત જગતના દિગ્ગજો સહિત ફિલ્મ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરી હતી કે, “હેપ્પી બર્થડે બોસમેન, તમે રમતમાં જે વારસો છોડીને ગયા છો, તે હંમેશા અમર રહેશે. ભગવાનના આશિર્વાદ કાયમ તમારી સાથે રહે, ચેમ્પિયન.” સચિને કોરોનાવાયરસ જેવી મહામારીના સમયમાં જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. સચિને લોકોને ઘરમાં જ પરિવાર સાથે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

શાસ્ત્રી ઉપરાંત ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ ટ્વિટર પર સચિનને અભિનંદન પાઠવ્યા હતા. કોહલીએ લખ્યું- “એ માણસને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, જેના રમત પ્રત્યેના ઝનૂનના કારણે ઘણા લોકો પ્રેરિત થયા. પ્રાર્થના કરું છું કે તમારું આ વર્ષે શાનદાર રહે.”

સચિને ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 100 સદી ફટકારી
સચિને 200 ટેસ્ટમાં 53.79ની એવરેજથી 15921 અને 263 વનડેમાં 44.83ની એવરેજથી 18426 રન કર્યા. સચિને એકમાત્ર T-20માં 10 રન કર્યા હતા. માસ્ટર બ્લાસ્ટરે IPLની 78 મેચમાં 33.83ની એવરેજથી 2334 રન કર્યા છે. સચિને ટેસ્ટમાં 51 અને વનડે 49 સદી મારી છે.

સચિનના બે ફોટોથી સહેવાગે હારથી જીતની કહાની કીધી
સહેવાગે સચિનના 2007 અને 2011ના વનડે વર્લ્ડ કપ વાળા બે ફોટો શેર કર્યા. 2007માં ભારતીય ટીમ નોકઆઉટ સુધી પહોંચી શકી નહોતી. ત્યારે સચિન સાથી ખેલાડીઓ સાથે નિરાશ બેઠો હતો. જ્યારે 2011માં કપ જીત્યા બાદ ઉજવણી કરી રહ્યો હતો. એ સત્ય છે કે જ્યારે આ મહાન બેટ્સમેન બેટિંગ કરતા હતા, તો સમય થંભી જતો હતો. સચિનના કરિયરના આ બે ફોટોથી બહુ મોટી શીખ મળે છે. મુશ્કેલ સમયમાં એ યાદ રાખવું જરૂરી છે કે કપરા સમય પછી જીત જરૂર મળે છે.

Source link

Leave a Comment

%d bloggers like this: