Corona Ahmedabad LIVE samras hostel found dirty in city|બહેરામપુરામાં ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય જીજ્ઞેશ સહેગલનું કોરોનાને કારણે મોત

  • મધરાત 15 મે સુધી શહેર સંપૂર્ણ લોકડાઉન; દૂધ-દવા સિવાય બધું બંધ, APL 1 કાર્ડ ધારકોને ફ્રી અનાજ વિતરણ મોકૂફ
  • રેડ ઝોનમાં આવેલી તમામ બેન્ક બંધ રહેશે
  • શહેરમાં વધુ એક પુરવઠા અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વટવા ઝોનલ કચેરીના સ્ટાફને પણ સંક્રમણની આશંકા
  • શહેરની સમરસ હોસ્ટેલમાં ગંદકી, દર્દીઓની હાલત કફોડી, કોર્પોરેશન તંત્ર બેદરકાર

દિવ્ય ભાસ્કર

May 06, 2020, 10:02 PM IST

અમદાવાદ. બહેરામપુરા વોર્ડના ભાજપ યુવા મોરચા કારોબારી સભ્ય જીજ્ઞેશભાઈ સહેગલનું કોરોના વાઇરસને કારણે મોત નીપજ્યું છે. શહેરમાં આજે નવા 291 કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધી કુલ 4716 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 25 દર્દીના મોત નીપજ્યાં છે અને અત્યાર સુધીમાં કુલ 298 દર્દીના મોત નીપજ્યાં છે. આ ઉપરાંત આજે 74 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (આરોગ્ય વિભાગે પહેલા જે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં અમદાવાદના કુલ દર્દીની સંખ્યા 4735 દર્શાવવામાં આવી હતી. જે પાછળથી સુધારેલી પ્રેસનોટમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 4716 દર્શાવવામાં આવ્યો છે.) શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેડ ઝોનમાં તમામ બેન્ક બંધ રહેશે. આજ રાતથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે.આ આદેશનો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતાં જ શહેરીજનો કરિયાણું અને અન્ય ચીજ વસ્તુઓ લેવા દોડ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, 48 કલાકમાં અમદાવાદમાં ડૉક્ટર્સે ખાનગી દવાખાના ખોલવા પડશે, જો નહીં ખોલે તો લાયસન્સ રદ્દ કરાશે.

APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ મોકૂફ, રાજ્યના અન્ય સ્થળોએ વિતરણ થશે

આવતીકાલથી રાજ્યના APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થવાનો છે. અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ વિતરણ હાલ પૂરતું મુલત્વી રાખવામાં આવ્યું છે. આ અનાજ વિતરણની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. રાજ્યના અન્ય સ્થળોએ આવતીકાલથી આગાઉ જાહેર થયા મુજબની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે.

દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરાશે

તેમજ તમામ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમિયોપેથિક દવાઓ NGOની મદદથી વહેંચાશે.

અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત

અમદાવાદમાં પેરા મિલિટરી ફોર્સનો ઉપયોગ કરાશે. રેડ ઝોનમાં વધુ સઘન વ્યવસ્થા કરાશે. BSFની 4 કંપની જ્યારે RAFની એક કંપની ફાળવવામાં આવી છે. અમદાવાદ પોલીસ સાથે SRP અને પેરા મિલિટરી ફોર્સ મળીને કુલ 38 કંપની તૈનાત રહેશે. શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. 8 પેરામિલિટરી ફોર્સના અભેદ્ય કિલ્લાથી ચાંપતી નજર રખાશે.

વધુ 7 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર
G.C.S હોસ્પિટલ(નરોડા રોડ), કોઠીયા હોસ્પિટલ(નિકોલ), શુશ્રૂષા હોસ્પિટલ(નવરંગપુરા), નારાયણી હોસ્પિટલ(રખિયાલ), પારેખ હોસ્પિટલ(શ્યામલ ચાર રસ્તા), બોડીલાઈન હોસ્પિટલ(પાલડી), જીવરાજ મહેતા હોસ્પિટલ(વાસણા)ને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

6મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ડો. રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારની અઘ્યક્ષતામાં બેઠક
કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે ડો. રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપી છે અને  મ્યુનિસિપલ વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટાઈન થતાં મુકેશકુમારને ચાર્જ સોપાયો છે. આજે ડો. રાજીવ ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અઘ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી અને કોરોનાને કાબૂમાં લેવા રણનીતી નક્કી કરી હતી.
શહેરમાં વધુ એક પુરવઠા વિભાગના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં વધુ એક પુરવઠા વિભાગના અધિકારી વી.બી. ચોક્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વસ્ત્રાલના મહેસૂલ ભવનમાં કાર્યરત વટવા ઝોનલની પુરવઠા કચેરીમાં ફરજ પર હતા. રાજ્ય સરકારે ગાંધીનગરમાં રહેતા આ GST અધિકારીને વિના મુલ્યે વિતરણ કરાતા અન્નબહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે ટીમના વડા તરીકે કરી નિમણૂંક કરી હતી. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વટવા ઝોનલ કચેરીનો સ્ટાફ પણ આ અન્નબહ્મ યોજનાની ટીમમાં તેમની સાથે કાર્યરત હોવાથી તેઓ પણ સંક્રમિત થયા હોવાની આશંકા છે. આ પહેલા 5મેના રોજ બોપલમાં રહેતા અને પુરવઠા વિભાગની રખિયાલ ઝોનલ કચેરીના સિનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સમસર હોસ્ટેલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી, દર્દીઓ મુશ્કેલીમાં

કોરોનાના કોઈ લક્ષણ ન હોવા છતાં પોઝિટિવ આવેલા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવી રહ્યા છે. સમરસ હોસ્ટેલમાં દર્દીઓને સરખી સુવિધાઓ ન અપાતી હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. હોસ્ટેલમાં કોઈ જ સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. દરેક જગ્યાએ ગંદકી જોવા મળે છે અને પાણીની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. 15 દિવસ સુધી જે વ્યક્તિને લક્ષણ નથી બે બે વાર રિપોર્ટ બાદ પણ કોઈ જવાબ અપાતો નથી. દર્દીઓ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હોમ આઇસોલેશનમાં રહેવા તૈયાર છે છતાં સમરસમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનના IAS કક્ષાના અધિકારીને સમરસ હોસ્ટેલનો જવાબદારી આપવામાં આવી છે પરંતુ તેઓ પણ આ મામલે કોઇ ધ્યાન આપતા નથી.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ  (05-05 સુધીના આંકડા)

વોર્ડ

પોઝિટિવ કેસ

સાજા થયા

મૃત્યુ

ખાડિયા 426

41

12
અસારવા   141

07

02

દરિયાપુર   173 53

12

જમાલપુર  702 77 61
શાહપુર 172 22 02
શાહીબાગ  63

01

02
મધ્ય ઝોન કુલ 1677

201

91

નવાવાડજ      51 07 01
નારણપુરા      52 09 05
સ્ટેડિયમ        31 00 01
વાસણા 32 06 02

પાલડી

53

03

01

રાણીપ

26 01

00

સાબરમતી      27 02 00

ચાંદખેડા       

39 04 02
નવરંગપુરા     58 16 02

પશ્ચિમ ઝોન કુલ       

369

48

14

બોડકદેવ      

33 11 03

થલતેજ

19 03 00
ગોતા   40 03 02

ચાંદલોડિયા   

17 03 00
ઘાટલોડીયા     16 05 00

ઉ. પશ્ચિમ ઝોન કુલ

125 25 05

જોધપુર

48 06 01
વેજલપુર       45 02 00

સરખેજ

15 04 01
મકતમપુરા     27 08 01

દ. પશ્ચિમ ઝોન કુલ

135

20

03

કુબેરનગર

43 02 00
બાપુનગર      68 02 01

સરસપુર       

164 02 04

ઠક્કરનગર    

26 01 01

સૈજપુર

28 00 00

ઇન્ડિ. કોલોની 

28 02 02
સરદારનગર    19 02 01

નરોડા 

64 05 01

ઉત્તર ઝોન કુલ

440

16

10

ભાઈપુરા        33 01

00

અમરાઈવાડી  

51 05

00

ગોમતીપુર      123 02 08
વિરાટનગર     26 01

01

ઓઢવ  25 07

01

નિકોલ  26 04

01

વસ્ત્રાલ

34 02

01

રામોલ

20 02

01

પૂર્વ ઝોન કુલ 

338

24

13

ઇન્દ્રપુરી       

26 02

00

દાણીલીમડા   

292 33 07

ખોખરા

24 05 00
ઇસનપુર       79 09 01
મણિનગર      155 16 05
બહેરામપુરા     380 46 10

વટવા 

48 05 03

લાંભા  

51

06

01

દક્ષિણ ઝોન કુલ       

1055

122

27

Source link

Leave a Comment

%d bloggers like this: