Corona Gujarat LIVE 189 percent positive case in last 10 days in state|અત્યારસુધીમાં 23 ટ્રેનોમાં કુલ 28 હજારથી વધુ શ્રમિકોને વતન મોકલાયા, આજે બીજી 12 ટ્રેનો દોડાવાશેઃ અશ્વિની કુમાર

  • રાજ્યમાં ત્રણ નવા પોઝિટિવ કેસો સાથે કુલ સંખ્યા 5807 , અત્યાર સુધી કુલ 319નાં મોત, જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ

  • ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં મોત 239% વધ્યા

  • ગુજરાતમાં 24 કલાકમાં 376 કેસ, અમદાવાદના 26 સહિત 29 મોત

  • અત્યાર સુધી કુલ 319નાં મોત થયા, પોઝિટિવ કેસોની સંખ્યા 5804 થઈ

  • અમદાવાદમાં સોમવારે 259 કેસ મળ્યા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4076 થઈ

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 02:21 PM IST

અમદાવાદ. જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 32 જિલ્લા કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને માત્ર અમરેલી જિલ્લો જ કોરોના વિનાનો છે. આ ઉપરાંત ગોંડલમાં એક અને ભાવનગરમાં એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5807 થઇ છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.  મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતમાં રોજગારી અર્થે આવેલા શ્રમિકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોએ ધીરજ રાખવાની જરૂર છે રાજ્ય સરકાર સંપૂર્ણ વ્યવસ્થા કરી આપશે. અત્યારસુધીમાં રાજ્યમાંથી સવા ત્રણ લાખ લોકોને વતન મોકલવામાં આવ્યા છે. આ માટે ટ્રેનો અને ખાનગી વાહનોની સુવિધા કરવામાં આવી છે. અત્યારસુધીમાં 35 ટ્રેનો થકી કુલ 42 હજારથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. જેમાં 23 ટ્રેનોમાં કુલ 28 હજાર શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા હતા અને આજે સુરતથી આઠ ટ્રેન  વિરમગામથી  બે ટ્રેન અને અમદાવાદથી બે ટ્રેન દોડાવવામાં આવશે. 
5મેની સવારથી  નોંધાયેલી તમામ મહત્વપૂર્ણ ઘટાનાઓ
સુરતથી સૌરાષ્ટ્ર જવા કલેકટર દ્વારા મંજૂરી અપાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

સુરતથી સૌરાષ્ટ્ર જવા આવતીકાલથી કલેકટર દ્વારા મંજૂરી અપાશે.  સુરતમાં રત્ન કલાકારો અને એમ્બ્રોઇડરી કારીગરોને વતનમાં મોકલવા આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ થશે. તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપી પોતાના વતનમાં મોકલશે. ઘરે જઈને તમામે ફરજિયાત 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. પ્રથમ ચાર દિવસ માત્ર લક્ઝરી બસો મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ ખાનગી વાહનોને છૂટ અપાશે. ઓલપાડ અને દેલાડ ખાતે ચેક પોસ્ટ ઊભી કરાશે. મુસાફરોના સ્ક્રીનીંગ બાદ બસોને રવાના કરાશે.

દીવમાં લિકર શોપ બહાર લાંબી લાઈનો લાગી
દીવમાં ગઇકાલથી જ દારૂની દુકાનો ખોલવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ લિકર શોપ પર લાંબી લાઈનો લાગી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને લોકો દારૂ લેવા ઉભા છે. જીવન જરૂરી વસ્તુઓની જેમ જ લાંબી લાઈનો લગાવી પોલીસની હાજરીમાં દારૂનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 

ગાંધીનગરમાં સેક્ટર- 5ના તમામ પ્રવેશદ્વાર બંધ
ગાંધીનગરમાં કોરોનાને ચેપને વધતો અટકાવવા માટે સેક્ટર 5ના વસાહત મંડળ દ્વારા સેક્ટરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કર્યા છે. માત્ર  સીએનજી પંપવાળો માર્ગ અવર-જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સવારે દૂધ કેન્દ્રો પર ફરજિયાત માસ્ક પહેરીને દૂધ લેવા જવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવા જણાવાયું છે.  
ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24 એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે. 24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.     
ગ્રીન ઝોન જામનગરમાં 3 કેસ, ઓરેન્જ ઝોન દાહોદમાં 6 કેસ
સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.
સુરતથી વતન જનારા સૌરાષ્ટ્રવાસીઓને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે નહીં. 
7 વખત એક દિવસમાં 300થી વધુ દર્દી નોંધાયા
19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.  છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.

કુલ 5,804 દર્દી , 319ના મોત અને 1195 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 4076 234 620
વડોદરા 385 27 147
સુરત  706 31 206
રાજકોટ 61 01 18
ભાવનગર  74 05 21
આણંદ 75 06 37
ભરૂચ 27 02 22
ગાંધીનગર 77 03 14
પાટણ 22 01 12
નર્મદા  12  00 10
પંચમહાલ   45 03 05
બનાસકાંઠા 39 01 14
છોટાઉદેપુર 14 00 11
કચ્છ  07 01 05
મહેસાણા 32 00 07
બોટાદ 33 01 6
પોરબંદર 03 00 03
દાહોદ  13 00 02
ખેડા 12 00 02
ગીર-સોમનાથ 03      00 03
જામનગર  04 01 00
મોરબી  01  00 01
સાબરકાંઠા 05 00 03
મહીસાગર 36 00 06
અરવલ્લી 20 01 13
તાપી  02 00 01
વલસાડ  06 01  02
નવસારી  08 00 03
ડાંગ  02 00 00
દેવભૂમિ દ્વારકા

03

00 00
સુરેન્દ્રનગર 01 00  01
કુલ  5804 319 1195

Source link

Leave a Comment

%d bloggers like this: