Corona Gujarat LIVE corona positive case increased in lockdown 2|રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગર રેડ ઝોન જાહેર, લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CMએ બેઠક બોલાવી

  • ભાવનગરમાં બે અને રાજકોટમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ  કેસ, રાજ્યમાં કુલ 3779 દર્દી,  181ના મોત અને 434 દર્દી સાજા થયા
  • અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ થયા, 3774 પોઝિટિવ, 52327ના રિપોર્ટ નેગેટિવ
  • અમદાવાદના તમામ 19 મોત સિવિલ હોસ્પિટલમાં થયા

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 12:01 PM IST

અમદાવાદ. ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3779 દર્દી નોંધાયા છે અને  434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાની બે મહિલા દર્દીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 34 દર્દી વેન્ટીલેટર પર 
રાજ્યમાં ગઇકાલે જે 19 દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 28 એપ્રિલે વધુ 40 દર્દી સાજા થયા છે. કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટર પર અને 3125ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.

કુલ દર્દી 3774 , 181ના મોત અને 434 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2543 128 241
વડોદરા 255 13 58
સુરત  570 19 20
રાજકોટ 53 00 15
ભાવનગર  41 05 20
આણંદ 60 03  18
ભરૂચ 31 02 14
ગાંધીનગર 36 02 12
પાટણ 17 01 11
નર્મદા  12  00 01
પંચમહાલ   20 02 00
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13  00 05
કચ્છ  06  01 04
મહેસાણા 07  00 02
બોટાદ 19 01 2
પોરબંદર 03 00 03
દાહોદ  04 00  01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03      00 02
જામનગર  01 01 00
મોરબી  01  00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18  01 00
તાપી  01  00 00
વલસાડ  05  01  00
નવસારી  03 00 00
ડાંગ  02 00 00
સુરેન્દ્રનગર 01  00  00 
કુલ  3777 181 43

Source link

Leave a Comment

%d bloggers like this: