Corona Gujarat LIVE more than 1000 positive cases in just 6 days in state|24 કલાકમાં કોરોનાના 226 નવા કેસ અને 40 સાજા થયા, તમામ 19 મોત અમદાવાદમાં, મૃત્યુઆંક 181 અને કુલ દર્દી 3774

  • અમદાવાદમાં 164, વડોદરામાં 15, સુરતમાં 14, આણંદમાં 9, રાજકોટમાં 9,  બોટાદમાં 6, ગાંધીનગરમાં 6  ભરૂચમાં 2, ભાવનગરમાં 1 નવા દર્દી નોંધાયા
  • કુલ 3774 દર્દીમાંથી 34 વેન્ટીલેટ પર, 3125ની હાલત સ્થિર અને 434 દર્દી સાજા થયા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 56101ના ટેસ્ટ કર્યાં, 3774 પોઝિટિવ અને 52327ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • અમદાવાદના તમામ 19 મોત સિવિલ હોસ્પિટલમાં થયા
  • 19 મોતમાંથી 4 દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે 15 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત
  • બે મહિલા દર્દીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો
  • રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 08:00 PM IST

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 226 નવા દર્દી નોંધાયા છે અને 40 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 19ના દર્દીના મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3774 દર્દી નોંધાયા છે અને  434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે.

નવા નોંંધાયેલા 226 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 164, વડોદરામાં 15, સુરતમાં 14, આણંદમાં 9, રાજકોટમાં 9,  બોટાદમાં 6, ગાંધીનગરમાં 6  ભરૂચમાં 2, ભાવનગરમાં 1નો સમાવેશ થાય છે. 

કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.

4 શહેરોમાં લોકડાઉન વધુ કડક, તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુનો નોંધાયોઃ રાજ્ય પોલીસ વડા

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વઘારે છે અને હોટસ્પોટ વિસ્તાર આ શહેરોમાં વધુ આવેલા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ કડક બનાવવામાં આવશે. દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવુ જરૂરી છે અને દુકાનદારોએ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની છે. તેવામાં જ્યાં ભીડ થતી દેખાશે અને સાવચેતી નહીં રખાય તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બોરવેલ કે પાણી અને સિંચાઈ માટે વપરતા સાધનો લઇને જતા વાહનો અને રિપેરિંગ કાર્ય કરતા લોકોને અટકાવાતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વાહનોને અટકાવવા નહીં અને છૂટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે. 

ખેતરમાં બોરવેલ માટે સરકારની મંજૂરી
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય અનુસાર ખેડૂતને ખેતરમાં બોરવેલની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ બોરવેલ માટેના વાહનને આ માટે પાસની પણ જરૂર નહીં રહે. 35 લાખ પરિવારને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 50 લાખ કરતા વધુ પરિવારના એકાઉન્ટમાં 1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.
હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના
ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. 
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો
આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.
કોરોના સંબંધિત માહિતી આપવાના સમયમાં ફેરફાર
મીડિયાકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવતા 28 એપ્રિલથી કોરોના, લોકડાઉન અને સરકારના મહત્વના નિર્ણયો અંગેની બ્રિફિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 2 કલાકે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો અને જીવન જરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની સ્થિતિ અંગે બ્રિફિંગ કરશે. ત્યારબાદ બપોરે 4 કલાકે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા રાજ્યની કાયદો – વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં બ્રિફિંગ કરશે અને ત્યારબાદ સાંજે 7.30 કલાકે કોરોનાની અપડેટ વિગતો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ માહિતી આપશે. 

કુલ દર્દી 3559, 162ના મોત અને 394 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 2379 109 212
વડોદરા 240 13 56
સુરત  556 19 20
રાજકોટ 56 00 15
ભાવનગર  40 05 19
આણંદ 51 03  15
ભરૂચ 29 02 14
ગાંધીનગર 33 02 12
પાટણ 17 01 11
નર્મદા  12  00 01
પંચમહાલ   20 02 00
બનાસકાંઠા 28 01 01
છોટાઉદેપુર 13  00 03
કચ્છ  06  01 03
મહેસાણા 07  00 02
બોટાદ 13 01 00
પોરબંદર 03 00 03
દાહોદ  04 00  01
ખેડા 06 00 01
ગીર-સોમનાથ 03      00 02
જામનગર  01 01 00
મોરબી  01  01  01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 10 00 00
અરવલ્લી 18  01 00
તાપી  01  00 00
વલસાડ  05  01  00
નવસારી  03 00 00
ડાંગ  02 00 00
સુરેન્દ્રનગર 01  00  00 
કુલ  3559 162 394

Source link

Leave a Comment

%d bloggers like this: