Corona Gujarat LIVE more than 4000 positive case in state|રાજ્યમાં કુલ 4,721 પોઝિટિવ દર્દી, મૃત્યુઆંક 236, અત્યારસુધીમાં 736 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા

  • સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ
  • રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત
  • સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
  • અત્યાર સુધીમાં 68774 ટેસ્ટ, 4721 પોઝિટિવ, 64053ના રિપોર્ટ નેગેટિવ

દિવ્ય ભાસ્કર

May 02, 2020, 08:37 AM IST

અમદાવાદ. કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે. લોકડાઉનને સતત વધારવામાં આવી રહ્યું હોવા છતાં રાજ્યમાં કોરોનાના કેસો વધવાની ગતિ કાબૂમાં આવી નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 4721 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 236 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે અત્યારસુધીમાં 736 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 

લોકોની ધીરજ ખૂટી જતાં પરપ્રાંતથી સુરત આવેલા શ્રમિકોની વતન જવા દોટ
લૉકડાઉન લાગુ થયાને ઘણો સમય વીતી ગયો હોવાથી હાલમાં લોકોની હાલત કફોડી થવા પામી છે. લોકોની ધીરજ ખૂટી જતાં પરપ્રાંતથી સુરત આવેલા શ્રમિકો હવે કોરોનાથી જાણે હારી ગયા હોય તેમ વતન જવા દોટ લગાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં અન્ય રાજ્યોમાં જવા શ્રમિકો બસોમાં રવાના થઈ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓની સેવા પણ સમય જતાં ઓછી થતાં શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાંડેસરા વડોદ રોડ ઉપરથી બસો ઉપડવાના સમય કરતાં કલાકો પહેલાથી જ આ પરિવારો લાઈન લગાવીને વતન જવા ભેગા થયા હતા. પાંડેસરા પોલીસ દ્વારા તેઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજનબદ્ધ રીતે મોકલવામાં આવ્યા હતા.

મા વાત્સલ્ય અને મા અમૃતમ હેઠળ કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યના સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના હિતોને ધ્યાનમાં રાખીને બે મહત્વની જાહેરાત  કરી છે. મે મહિનામાં એપીએલ-1ના 61 લાખ જેટલા પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી એક જાહેરાતમાં મા વાત્સલ્ય અને મા અમૃતમના લાભાર્થીઓને કોઇ ઓપરેશન કરાવવું હોય કે ડિલિવરીનો પ્રસંગ હોય ત્યારે  મા અમૃતમ અને મા વાત્સલ્યની હોસ્પિટલમાં જશે તો તેમને કોરોનાનો ટેસ્ટ કરવાનો થશે તો તેનો ખર્ચ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ મળશે. રાજ્ય 77 લાખ કુંટુંબોને લાભ મળશે.

કુલ દર્દી 4721 , 236ના મોત અને 736 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 3293 165 399
વડોદરા 308 21 102
સુરત  644 26 66
રાજકોટ 58 01 18
ભાવનગર  47 05 21
આણંદ 74 04 30
ભરૂચ 31 02 20
ગાંધીનગર 49 02 12
પાટણ 18 01 12
નર્મદા  12  00 10
પંચમહાલ   37 03 03
બનાસકાંઠા 29 01 04
છોટાઉદેપુર 13  00 06
કચ્છ  07 01 05
મહેસાણા 11 00 05
બોટાદ 21 01 2
પોરબંદર 03 00 03
દાહોદ  05 00  02
ખેડા 06 00 02
ગીર-સોમનાથ 03      00 02
જામનગર  01 01 00
મોરબી  01  00 01
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 11 00 00
અરવલ્લી 19  01 00
તાપી  01  00 00
વલસાડ  05  01  00
નવસારી  06 00 01
ડાંગ  02 00 00
સુરેન્દ્રનગર 01  00  00 
કુલ  4721 236 736

Source link

Leave a Comment

%d bloggers like this: