Corona LIVE Update Gujarat|રાજ્યમાં કોરોનાના 15 હોટસ્પોટ, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા, કુલ 146 દર્દી

દિવ્ય ભાસ્કર

Apr 06, 2020, 08:44 PM IST

અમદવાદ. રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. બપોર બાદ સુરતમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવતા આજે રાજ્યમાં કુલ 18 નવા દર્દી નોંધાયા છે. જ્યારે આજે એકનું મોત થયું છે અને એક દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે જ કોરોનાના 146 દર્દીઓ થઈ ગયા છે. જેમાંથી 12ના મોત થયા છે અને 22ને રજા આપી દેવાઈ છે. કોરોનાના પોઝિટિવ કેસોની માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, બે દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. જેમાં એક જ વિસ્તારમાં 31 કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં કડક લોકડાઉન કરવાની સાથે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ 15 હોટસ્પોટ પર મેડિકલ તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે સઘન સર્વેલન્સ પણ કરવામાં આવશે. પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય તેમને આઇસોલેશનમાં રાખવામાં આવશે. 146 કેસમાંથી 87 લોકલ સંક્રમણના, 33 વિદેશ અને 26 આંતરરાજ્ય પ્રવાસના કેસ સામે આવ્યા છે.

સખત લોકડાઉનની જરૂર

આરોગ્ય અગ્ર સચિવે આગળ કહ્યું કે ગુજરાતમાં 15 વિસ્તાર હોટસ્પોટ છે. આ હોટસ્પોટ સુરતમાં રાંદેર, સચિન, વડોદરામાં સૈયદપુર, નાગરવાડા, અમદાવાદમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, જમાલપુર, હીરાવાડી, આંબાવાડી અને દરિયાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. 15 હોટસ્પોટ વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે. હાલ સખત લોકડાઉનની જરૂર છે. કોરોના બીજા દેશોમાં જેવો ફેલાયો તેવો રાજ્યમાં ન ફેલાય તે માટે લોકડાઉનનો ભંગ ન કરીએ.

સૌથી વધુ કેસ અમદાવાદમાં 
રાજ્યના કુલ 146 પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. જિલ્લાવાર આંકડાઓ જોઇએ તો અમદાવાદમાં 64 પોઝિટિવ અને 5ના મોત, સુરતમાં 19 પોઝિટિવ અને 2ના મોત, ગાંધીનગરમાં 13 પોઝિટિવ, ભાવનગરમાં 13 પોઝિટિવ અને 2ના મોત, વડોદરામાં 10 પોઝિટિવ અને 2ના મોત, રાજકોટમાં 10 પોઝિટિવ કેસ, પોરબંદરમાં 3 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, કચ્છમાં 2 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, પાટણમાં 2 પોઝિટિવ,  પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત, છોટાઉદેપુર અને જામનગરમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

ગુજરાત અપડેટ
>>મા અમૃતમ કાર્ડધારકોને કોરોનાની સારવારનો લાભ મળશે, રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી

>> સુરત APMC માર્કેટ બંધ મામલે શહેર પોલીસ કમિશનરે જાહેરનામામાં સુધારો કર્યો, માર્કેટમાં મોટા વાહનોને પ્રવેશ પર છૂટ આપી

>> મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં જ બની રહ્યાં છે

>>દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 8નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

>> રાજકોટમાં સતત સાતમા દિવસે કોરોના પોઝિટિવનો એકપણ કેસ નહીં
>>
 અમદાવાદમાં 25 ડ્રોનનો ઉપયોગ, 25 ડ્રોન દ્વારા 16 ગુનામાં 61 લોકોની ધરપકડઃ  અમદાવાદ પોલીસ કમિશનર
>>
 કુલ 1282 ગુના નોંધાયા જેમાં 3,907 લોકોની ધરપકડ કરાઈઃ અમદાવાદ પોલીસ કમિશનર
>> હિન્દુ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વોટ્સએપ પર મેસેજ કરનાર શખ્સની ગાંધીનગર  પોલીસે અટકાયત કરી
>> અમદાવાદમાં જે વિસ્તારોમાં લોકડાઉનનું ચુસ્ત પાલન થઇ રહ્યું છે ત્યાં છેલ્લા 10 દિવસમાં પોઝિટિવ કેસ નહિવત છે
>> અમદાવાદ એરપોર્ટ પર 6 માર્ચથી વિદેશથી આવેલા તમામ 5219 લોકોનો 14 દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

>> કોરોના અંગે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા પાદરાના સેજાકૂવાની શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી
>> રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પાસે 144નો ભંગ, લોકડાઉન વચ્ચે મહિલાઓનું ટોળું પહોંચ્યુ
>> રાજકોટમાં વધુ 10 શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ લેબમાં મોકલાયા, 10માં ત્રણ બાળકોનો પણ સમાવેશ
>> સ્થાનિકને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદના દાણીલીમડા વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયો
>> રાજકોટ પોલીસે ડ્રોનમાં સ્પીકર લગાવી લોકોને સંદેશો આપવા નવતર પ્રયોગ કર્યો

ગુજરાતમાં કુલ 146 પોઝિટિવ કેસ, 12ના મોત, 21 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 64 05 06
સુરત 19 02 05
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 03
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
પાટણ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
કુલ આંકડો 146 12 21

Source link

Leave a Comment

%d bloggers like this: