Corona positive cases of April 30 was 379 but declared 249 Patients in hotspot Ahmedabad by AMC Number game of corporation administration|કોરોના હોટસ્પોટ અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા ડિક્લેર કરવામાં કોર્પોરેશનની ગોલમાલ, 30 એપ્રિલે હતા 379 દર્દી ને જાહેર કર્યા 249

  • AMCના સત્તાધીશો કોરોનાને કાબુમાં લેવામાં નિષ્ફળ, હવે પોઝિટિવ કેસની ડેટા ગેમ આરંભી

અનિરુદ્ધસિંહ મકવાણા

અનિરુદ્ધસિંહ મકવાણા

May 02, 2020, 06:00 PM IST

અમદાવાદ. રાજ્યના કોરોના વાઇરસના કેપિટલ બનેલા અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસો મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આંકડાઓમાં ગોલમાલ કરી રહી છે. પોઝિટિવ કેસના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના વડપણ હેઠળ કોર્પોરેશનનું તંત્ર અમદાવાદની પ્રજાથી પોઝિટિવ કેસના આંકડાઓની સત્યતા છુપાવવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કોરોનાને કાબુમાં લેવામાં નિષ્ફળ જઈ રહ્યા હોવાથી હવે પોઝિટિવ કેસના મામલે ડેટા ગેમ રમી રહ્યા હોવાનું DivyaBhaskarએ બહાર લાવ્યા બાદ આજે કોરોના કેસની સંખ્યામાં પણ  ઘાલમેલ થતી હોવાનું બહાર આવ્યું હતું.
AMCએ 30 એપ્રિલે માત્ર 249 દર્દી ગણ્યા આખું લિસ્ટ વાંચવા અહીં ક્લિક કરો
રાજ્ય સરકારને 30 એપ્રિલે ઓછા આંકડા આપ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 એપ્રિલના રોજ 379 પોઝિટિવ કેસની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે યાદી જાહેર કરવાની જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં માત્ર 249 કેસ જ થયા હોવાની રાજ્ય સરકારમાં માહિતી મોકલતા સરકારે અમદાવાદમાં 249 કેસ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે ખરેખર 379 જેટલા પોઝિટિવ દર્દીઓ હતાં. કોર્પોરેશનએ 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાંથી 249 કેસ 30 એપ્રિલના રોજ બતાવ્યા જ્યારે બાકીના 130 કેસ બીજા દિવસના એટલે કે 1 મેના રોજ પોઝિટિવ કેસની યાદીમાં બતાવ્યા હતા. અમદાવાદ શહેરમાં 1 મેના રોજ 267 કેસ પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યા હતાં. આ 267 પોઝિટિવ કેસની યાદીમાં 379 પોઝિટિવ દર્દીઓની યાદીમાં બાકી રાખેલા 130 દર્દીઓ બતાવી દીધા છે એટલે કે 30 એપ્રિલના કેસ ઓછા બતાવવા માટે બીજા દિવસે યાદીમાં જાહેર કરવામાં આવ્યા હતા.
AMCએ 1 મેએ 30 એપ્રિલના 250થી વધેલા અન્ય 120થી વધુ દર્દીઓને સમાવી લીધા એ જોવા અહીં ક્લિક કરો
AMC કોરોનાની માહિતી છુપાવી ગેરમાર્ગે દોરે છે
કોર્પોરેશનની આ યાદીઓ પરથી સ્પષ્ટ જણાય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અમદાવાદની પ્રજા કોરોના વાઇરસની માહિતી કેટલી છુપાવી રહી છે. હકીકતમાં રોજના 300 કેસો હોય તો અમદાવાદ સૌથી ઉપર અને ડેન્જર ઝોનમાં હોય શકે છે પરંતુ કોર્પોરેશન તંત્ર અમદાવાદીઓથી કેસોની સંખ્યા છુપાવી અને ગેરમાર્ગે દોરી રહી હોય તેવું જણાઇ રહ્યું છે.

Source link

Leave a Comment

%d bloggers like this: