Corona Surat Live, 22 June 2020, Corona positive case more than 3500|કોરોનાનો રાફડો ફાટતા પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચ્યો, મૃત્યુઆંક 137 અને 2379 રિકવર થયા

  • ગત રોજ એક જ દિવસમાં 172 કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો
  • છેલ્લા ચાર દિવસથી 100 કેસથી વધુ નોંધાયા, મૃત્યુઆંકમાં પણ વધારો

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 09:01 AM IST

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ચાર દિવસથી કોરોનાના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 3585 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરાનાના દર્દીઓને મૃત્યુઆંક 137 થયો છે. ગત રોજ શહેરમાંથી 59 અને જિલ્લામાંથી 11 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2379 થઈ ગઈ છે.

ડોક્ટર, સાડીનો દુકાનદાર, કરિયાણાવાળો, કેબલ ઓપરેટર કોરોના સંક્રમિત
કોરોના સંક્રમિતમાં  ખાનગી હોસ્પિટલના ડોકટર, મોટા વરાછાના સાડીનો દુકાનદાર, સગરામપુરાના જમીન દલાલ, કેબલ ઓપરેટર, એક અખબારનો કર્મચારી, પ્રાઇવેટ સ્કૂલના રિક્ષા ચાલક, બોમ્બે માર્કટનો વોચમેન, સુથાર, વેડરોડના કરીયાણાના દુકાનદાર અને  હીરાના કામ સાથે સંકળાયેલા 30થી વધુ વ્યકિતઓ કોરોનામાં સપડાયા હતા.

સિવિલમાંથી વધુ 6 દર્દીને હોમ આઇસોલેશન કરાયા
નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પૈકી 6 દર્દીઓને તાવ કે અન્ય કોઇ તકલીફ ન હતી. જેથી ડોકટરે રવિવારે વધુ 6 દર્દીઓને સલાહ અને માર્ગદર્શન આપીને ઘરે સારવાર લેવા સાથે આઇસોલેશન કર્યા હતા.

સિવિલમાં સારવાર લેતા 263 દર્દી ગંભીર
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામાં 137 વ્યક્તિઓના મોત થયા છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 484 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 263 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 34 બાઈપેપ અને 215 દર્દીઓ ઓક્સિજન પર  છે.

Source link

Leave a Comment

%d bloggers like this: