Corona Vadodra Live corona positive rises in daily in vadodara city|કોરોનાના વધુ 3 કેસ સાથે પોઝિટિવ કેસોનો આંકડો 156 ઉપર પહોંચ્યો, તાંદલજા, દિવાળીપુરા અને ન્યૂ સમા વિસ્તારમાં કેસો નોંધાયા

  • વડોદરામાં અત્યાર સુધીમાં 7 દર્દીના કોરોનાથી મોત થયા, જ્યારે 7 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ 

દિવ્ય ભાસ્કર

Apr 18, 2020, 03:10 PM IST

વડોદરા. વડોદરા શહેરમાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા સવારે 8 કોરોના વાઈરસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે એક જ દિવસમાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અત્યાર સુધીમાં 156 ઉપર પહોંચી ગઇ છે. અને અત્યાર સુધી કુલ 7 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે 7 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. 

આજે કોરોના પોઝિટિવ આવેલા 7 દર્દીના નામની યાદી
-અંજુ ગોવિંદ પરમાર (ઉ.38), સ્ટાફ ક્વાટર, જીએમઇઆરએસ, ગોત્રી
-અહમેદ હુસૈન શેખ (ઉ.46), સૈયદપુરા, નાગરવાડા
-ગીતાબેન અમૃતભાઇ (ઉ.55), રાણાવાસ, ફતેપુરા
-હર્ષિદાબેન કનુભાઇ પટેલ (ઉ.29), કારવણ, ડભોઇ
-આયેશા એ વોહરા (ઉ.26), ધાનાણી પાર્ક, બહાર કોલોની, આજવા રોડ
-જયંતિભાઇ ડાહ્યાભાઇ મકવાણા (ઉ.58), રોહિતવાસ, નવીધરતી
-લતાબેન લાલજીભાઇ રાણા (ઉ.62), રોહિતવાસ, નવીધરતી
-જુબેદાબેન અહમદભાઇ માડવીયા (ઉ.50), ફાતેમા નગર તાંદલજા
શુક્રવારે એક વૃદ્ધનું કોરોનાથી મોત થયું
કોરોના વાઈરસના સંક્રમણમાં આવી ગયેલા નાગરવાડા નવી ધરતી, પશુ દવાખાના પાછળ રહેતા 60 વર્ષિય અબ્દુલ્લા જબાર સુલેમાન દૂધવાલાનું શુક્રવારે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે સાથે શુક્રવારે વડોદરામાં કોરોનાગ્રસ્તોનો મૃતાંક 7 પર પહોંચ્યો હતો. એક દિવસ અગાઉ જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના એક પરિવારજનનો પણ એક દિવસ અગાઉ જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા શહેરમાં પોઝિટીવ કેસનો કુલ આંક 145 પર પહોંચ્યો છે.
આમલી ફળિયામાં 10 પોઝિટિવ કેસ
કોરોના સંક્રમણમાં શુક્રવારે શહેરનો ગાજરાવાડી વિસ્તાર ઉમેરાયો છે. શુક્રવારના રોજ જાહેર કરાયેલા કોરોનાના 10 પોઝિટિવ પૈકી 8 નાગરવાડાના હતા. જ્યારે વાઘોડિયામાં રહેતી એક 19 વર્ષીય યુવતીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેના પગલે તંત્ર દ્વારા તેના પરિવારના 15 સભ્યોના નમૂના લઇને તેમને ક્વોરન્ટીન કરાયાં છે. આ ઉપરાંત આમલી ફળિયામાં વધુ એક પોઝિટિવ દર્દી ઉમેરાતાં આમલી ફળિયાના કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10 પર પહોંચી ગયો છે.બીજી તરફ ગાજરાવાડીમાં પણ 48 વર્ષીય હરીશ વરાડેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાગરવાડાના કાસમઆલા મસ્જિદ પાસે રહેલા યાકુબમિયા ભાલા (ઉવ.70) અને તેમનો પુત્ર શાકીલ (ઉવ.31) પણ કોરોનાના ભરડામાં આવી ગયા હતા. આજે જાહેર થયેલા 9 કોરોના પોઝિટિવ પૈકી 2 વૃદ્ધ હતા, જ્યારે અન્ય બે કિશોર વયના અને 6 યુવાનો હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: