Coronavirus can make ball tampering legal in cricket|કોરોનાવાયરસના કારણે ક્રિકેટમાં બોલ ટેમ્પરિંગ લીગલ થઈ શકે છે

  • ખેલાડીઓ થૂંક લગાવીને બોલને શાઇન કરે છે, જેથી સાઈડવેઝ મૂવમેન્ટ અને રિવર્સ સ્વિંગ થાય છે
  • કોરોનાના કારણે રમતમાં અનેક બદલાવ સાથે આ બદલાવ પણ આવશે કે પ્લેયર્સ થૂંક લગાવવાનું બંધ કરશે
  • બેટ-બોલ વચ્ચે બેલેન્સ જાળવવાના મહત્ત્વને ICC સમજે છે, તેથી બોલને શાઇન કરવા આર્ટિફિશિયલ વસ્તુના ઉપયોગની છૂટ આપશે 
  • અગાઉ આર્ટિફિશિયલ વસ્તુના ઉપયોગથી બોલ સાથે ચેડા કરીને તેનો આકાર બદલવા પર સજા થતી હતી

દિવ્ય ભાસ્કર

Apr 24, 2020, 02:56 PM IST

કોરોનાવાયરસના કારણે બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જૂન સુધી સ્થગિત અથવા રદ્દ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત છે, જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પર સસ્પેન્સ છે. રમત જ્યારે પણ શરૂ થશે, ત્યારે હંમેશા માટે બદલાઈ જશે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. આપણે સચિન તેંડુલકર સહિત અનેક દિગ્ગજો પાસેથી સાંભળ્યું છે કે, ‘ખેલાડીઓ એકબીજાને ભેટવાનું બંધ કરશે, ઉજવણી નહિ કરે.’ જોકે આ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ક્રિકેટના સૌથી મહત્ત્વના પાસા એટલે કે ખેલાડીઓ બોલને કઈ રીતે શાઇન કરશે, તે અંગે વિચારી રહ્યું છે. (ઇએસપીએન ક્રિકઇન્ફોએ આપેલી માહિતી અનુસાર આ અહેવાલ લખવામાં આવ્યો છે)

ICC મેડિકલ કમિટીએ પ્રશ્ન કર્યો
ICC મેડિકલ કમિટીએ કહ્યું કે, “ખેલાડીઓ બોલને શાઇન કરવા માટે થૂંકનો ઉપયોગ કરે છે. આપણે આ બાબતે કોઈ સોલ્યુશન લાવવું પડશે. જ્યારે પણ ક્રિકેટ શરૂ થાય ત્યારે, બોલિંગ ટીમ થૂંક લગાવ્યા વગર બોલને શાઇન કરી શકે તે જરૂરી છે.” ICC વિચારે છે ખેલાડીઓને બોલને શાઇન કરાવવા માટે આર્ટિફિશિયલ વસ્તુઓની પરવાનગી આપવી જોઈએ. જોકે, એક શરત એ પણ રહેશે કે તેઓ આ રીતે બોલને અમ્પાયરની સામે જ શાઇન કરી શકશે.

ICCની મેડિકલ કમિટીના હેડ ડોકટર પીટર હેરકોર્ટે કહ્યું કે, “કોરોના વિશે હજી ઘણું જાણવાનું બાકી છે, તેથી નિર્ણય લેવા અઘરા છે. અત્યારે અમારી ટીમ એ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે, જેનાથી તકલીફ થઈ શકે છે. અમે ક્રિકેટના કમબેકનો રોડમેપ બનાવી રહ્યા છીએ. જેમાં પ્લેયર પ્રિપેરેશનથી લઈને સરકારના પ્રતિબંધ સુધી બધી વસ્તુઓનો સમાવેશ થશે. અમે નવી એડવાઇઝરી જાહેર કરીશું.”

ICC બેટબોલ વચ્ચે બેલેન્સ જાળવા બોલને શાઇન કરવાનું મહત્ત્વ સમજે છે
ફિલ્ડિંગ ટીમ સાઈડવેઝ મૂવમેન્ટ અને રિવર્સ સ્વિંગ મેળવવા માટે
બોલને શાઇન કરે છે. ICC આનું મહત્ત્વ સમજે છે. પરંતુ કોરોનાને કારણે હવે સાવચેતી રાખવી વધુ જરૂરી હોવાથી, પ્લેયર્સ આ માટે થૂંકનો ઉપયોગ કરશે નહિ. તેવામાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી શકે તે અંગે વિચારણા ચાલી રહી છે.

દરેક બોલ દરેક વસ્તુ સામે અલગ રીતે રીએક્ટ કરી શકે છે
ICC માટે આ નિયમ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર- ફલેક્સિબ્લીટીનો છે. અત્યારે કૂકાબુરા, ડ્યુક્સ અને એસજીના બોલનો ઉપયોગ થાય છે. દરેક બોલ- લેધર મોઇસ્ચરાઈઝર,  વેક્સ અને શૂ પોલીસ લગાવવા પર સમાન રીતે રીએક્ટ કરે તેવું થવું અશક્ય છે. આના માટે ICC શુ સોલ્યુશન લઈને છે આવે તે જોવાનું રહેશે.

બોલ ટેમ્પરિંગના અત્યારના નિયમ શુ છે?

41.3 મેચ બોલની સ્થિતિમાં બદલાવ અંગે

41.3.1 અમ્પાયર્સ રેગ્યુલર ઇન્ટરવલે બોલને ચેક કરશે. તે ઉપરાંત તેમને ગમે ત્યારે એવું લાગે કે બોલ સાથે ચેડા થઈ રહ્યા છે, તો તરત બોલને ચેક કરશે.
41.3.2 પ્લેયર્સ કોઈ એક્શનથી બોલનો આકાર બદલે તો તે ગુનો છે.

– જોકે એક ફિલ્ડર,
41.3.2.1 એક ફિલ્ડર પોતાના કપડાં પર બોલને રબ કરી શકે છે. આ દરમિયાન કોઈ આર્ટિફિશિયલ વસ્તુનો ઉપયોગ કરવો નહિ. તેમજ નોર્મલ સાઇકલમાં જ આ પ્રોસેસ થવો જોઈએ.
41.3.2.2 અમ્પાયરના વોચમાં બોલ પરથી માટી કાઢી શકે
41.3.2.3 અમ્પાયર પાસેથી પરવાનગી લીધા પછી કપડાં પર ભીનો લૂછી શકે.
41.3.3 જો પ્લેયર્સ ઉપરનામાંથી કોઈપણ સ્ટેપમાં નિયમમાં રહ્યા વગર કાર્ય કરે તો અમ્પાયર બોલ ટેમ્પરિંગ થયા અંગે વિચારણા કરી શકે

વનડે અને T20માં ચાલશે, ટેસ્ટમાં બોલ શાઇન કરવો જરૂરી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ પેટ કમિન્સ અને જોસ હેઝલવુડે તાજેતરમાં આ અંગે પોતાનું રિએક્શન આપ્યું હતું. હેઝલવુડે કહ્યું કે, ટેસ્ટમાં 80 ઓવર સુધી એક જ બોલ વપરાતો હોય છે. જો બોલ ઉપર કામ કરવામાં ન આવે તો શરૂઆતની ઓવરો પછી શાઇન જતી રહે, ત્યારબાદ બેટિંગ એકદમ સરળ થઈ જશે. જ્યારે કમિન્સે કહ્યું કે, એકસમયે વ્હાઈટ બોલ (વનડે અને T-20)માં ચાલશે, પરંતુ ટેસ્ટમાં સાઈડવેઝ મૂવમેન્ટ અને રિવર્સ માટે બોલ શાઇન કરવો જરૂરી છે.

મેના અંતિમ અઠવાડિયા અથવા જૂનની શરૂઆતમાં બેઠક થશે
ICC ક્રિકેટ કમિટી અને મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ની વર્લ્ડ ક્રિકેટ કમિટી ક્રિકેટ શરૂ થાય તે પહેલા વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલ ટેમ્પરિંગ અંગેના નવા નિયમના નિષ્કર્ષ પર આવશે. તેમજ તે દરમિયાન ક્રિકેટના કમબેક અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: