couple was caught with 3.30 lakh heroin in Rajkot|લોકડાઉનમાં હોટસ્પોટ જંગલેશ્વરમાં પણ ડ્રગ્સની હેરાફેરી, રાજકોટમાં 3.30 લાખના હેરોઇન સાથે દંપતી ઝડપાયું

  • જંગલેશ્વરમાં રહેતી મહિલા પાસેથી દંપતીએ હેરોઇનનો જથ્થો મેળવ્યો હતો, આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 01:40 PM IST

રાજકોટ. કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ડ્રગ્સની હેરાફેરી કરવી મુશ્કેલ હોય છે. પરંતુ રાજકોટમાં પોલીસની બીક રાખ્યા વગર દંપતી  ડ્રગ્સની હેરાફેરી કરતું હતું. 3 લાખ 30 હજારના હેરોઇન સાથે એક દંપતીને પોલીસે ઝડપી લીધું છે. આ બંનેએ પોતે જંગલેશ્વરની સલમા ઉર્ફે ચીનુડી મારફત હેરોઇનનો જથ્થો મેળવ્યાની કબૂલાત કરી છે. તેમજ ભૂરો નામનો છોકરો આ જથ્થો આપી ગયાનું પણ પોલીસને જણાવ્યું છે. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. કોઠારીયા રોડ સ્વીમિંગ પુલ પાછળ માસ્તર સોસાયટીના રસ્તા પરથી રૂખડીયાપરાના દંપતીને એક્ટીવા પરથી પોલીસ ઝડપી લીધું હતું. આ બંને આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. 

મહિલાના પર્સમાંથી હેરોઇનનો જથ્થો મળ્યો

પોલીસે રૂખડીયાપરા ખાડામાં હાજી પીરની દરગાહ પાસે રહેતી ફાતેમા ઇમરાન પઠાણ, તેના પતિ ઇમરાન અનવરભાઇ પઠાણ, જંગલેશ્વરમાં રહેતી સલમા ઉર્ફ ચિનુડી બસીરભાઇ સંધી અને તેના સગા ભુરા તથા તપાસમાં ખુલે તેની સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી ફાતેમા અને અનવરની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. બાતમી પરથી વોચ રાખવામાં આવતાં બંને જીજે 36 પી 8434 નંબરના એકટીવા પર નીકળતાં અટકાવી પંચોની હાજરીમાં ઇમરાનની તલાશી લેતાં તેની પાસેથી પર્સ મળી આવ્યું હતું. તેમાં આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ રોકડ રકમ મળ્યા હતાં. કંઇ વાંધાજનક મળ્યું નહોતું. એ પછી મહિલા કોન્સ્ટેબલ જાગૃતિબેને એક્ટીવા ચાલક સાથેની મહિલા ફાતેમાની તલાશી લેતાં તેની પાસે લાલ રંગની નાની કાપડની થેલી હતી. તેની અંદરથી કાળા રંગનું પ્લાસ્ટીકનું ઝબલુ મળ્યું હતું. તે ખોલીને જોતાં આછા પીળા રંગનો સફેદ પાવડર અને રૂ. 4270 રોકડા મળ્યા હતાં. તેમજ એક મોબાઇલ ફોન હતો.

Source link

Leave a Comment

%d bloggers like this: