“Dhoni himself did not want to play, so we gave Pant a chance,” said former chief selector Prasad|પૂર્વ ચીફ સિલેક્ટર પ્રસાદે કહ્યું- ધોની પોતે રમવા માંગતો નહોતો, તેથી અમે પંતને તક આપી

  • વર્લ્ડ કપ 2019 પછી ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી
  • એમએસકે પ્રસાદે અનુસાર, તેણે પોતે માહી સાથે વાતચીત કરી હતી

દિવ્ય ભાસ્કર

May 03, 2020, 04:56 PM IST

વર્લ્ડ કપ 2019 પછી એમએસ ધોની ક્રિકેટ મેદાન પર દેખાયો નથી. તેના ભવિષ્ય વિશે ક્રિકેટપંડિતો ઘણા સમયથી અનુમાન લગાવી રહ્યા છે. હવે પૂર્વ મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે ખુલાસો કરતા કહ્યું છે કે, “માહી પોતે અમુક સમય માટે ક્રિકેટ રમવા માંગતો નહોતો. તેથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો.” ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપરકિંગ્સનો કેપ્ટન છે. ટૂર્નામેન્ટ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે તે પહેલા પ્રેક્ટિસ માટે ચેન્નાઇ પહોંચ્યો હતો.

ધોની નહોતો, તેથી પંતને તક આપી
ફેનકોડ વેબસાઇટને આપેલા વીડિયો ઇન્ટરવ્યૂમાં પ્રસાદે નવી માહિતી આપી હતી. તેણે કહ્યું, “હું એક વાત ખૂબ સ્પષ્ટ કરવા માંગુ છું. અમે માહી સાથે રમવા અંગે વાત કરી હતી. પરંતુ તે પોતે જ અમુક સમય માટે રમવા માંગતો નહોતો. તેથી તેની જગ્યાએ ઋષભ પંતને તક આપી હતી. અમે ધોનીનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ.

નિવૃત્તિ અંગે કોઈ પ્રતિક્રિયા નહીં
BCCIએ કેટલાક મહિના પહેલા જારી કરાયેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પણ એમએસને સ્થાન આપ્યું નહોતું. આ પછી, અટકળો શરૂ થઈ હતી કે તે જલ્દીથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જોકે, મહીએ હજી સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. પ્રસાદે પણ આ વિશે કશું કહ્યું નહીં.

કેએલ રાહુલ માત્ર IPL જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ઘણી મેચોમાં વિકેટકિપર-બેટ્સમેનની બેવડી ભૂમિકા નિભાવી રહ્યો છે. પંતના ફ્લોપ થયા પછી રાહુલે મજબૂત દાવેદારી નોંધાવી. એટલે કે, ટીમ ઈન્ડિયા પાસે ધોનીના બે વિકલ્પો છે. પ્રસાદે કહ્યું, ‘ન્યૂઝીલેન્ડમાં વનડે સિરીઝ દરમિયાન રાહુલે શાનદાર રમત બતાવી હતી. જો IPL થાય તો આપણી પાસે વિન્ટેજ ધોનીને જોવાની તક છે. જોકે હાલની પરિસ્થિતિમાં IPL રમાય તેની સંભાવના બહુ ઓછી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: