Disha Patani lives with the family of actor Tiger Shroff? Hint from Krishna Shroff’s photo|દિશા પટની એક્ટર ટાઈગર શ્રોફના પરિવાર સાથે રહે છે? ક્રિષ્ના શ્રોફની તસવીર પરથી હિંટ મળી

દિવ્ય ભાસ્કર

Apr 14, 2020, 07:16 PM IST

મુંબઈ. કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે અને હવે લૉકડાઉન ત્રણ મે સુધી લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે બોલિવૂડના કેટલાંક સ્ટાર્સ એકબીજાની સાથે રહેવા આવી ગયા છે. સુઝાન ખાન પણ પૂર્વ પતિ રીતિક રોશન સાથે રહેવા આવી ગઈ છે. કૃતિ ખરબંદા તથા પુલકિત સમ્રાટ સાથે રહે છે તો રણબીર કપૂર-આલિયા ભટ્ટ પણ સાથે જ રહે છે. હવે ચર્ચા છે કે દિશા પટની પણ ટાઈગર શ્રોફ તથા તેના પરિવાર સાથે લૉકડાઉન પીરિયડ પસાર કરી રહી છે. 

ટાઈગરની બહેને હિંટ આપી
ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્નાની એક ઈન્સ્ટા પોસ્ટ પરથી આ હિંટ મળી હતી. હાલમાં જ ક્રિષ્નાએ એક તસવીર શૅર કરી હતી, જેમાં તેણે મેકઅપ ક્રેડિટ દિશાને આપી હતી. ઉપરાંત આ તસવીરના રિફ્લેક્શનમાં દિશા પણ જોવા મળતી હતી. આ પહેલાં 24 માર્ચે દિશાએ એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે ક્રિષ્ના સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો શૅર કરીને દિશાએ કહ્યું હતું કે તેમની ક્વૉરન્ટીન લાઈફ આ રીતે પસાર થાય છે. દિશા તથા ક્રિષ્ના વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે અને બંને સોશિયલ મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ પણ કરતા હોય છે.

ક્રિષ્નાનો બોયફ્રેન્ડ પણ સાથે જ છે

લૉકડાઉન ટાઈમમાં ક્રિષ્નાનો બોયફ્રેન્ડ ઈબન પણ તેની સાથે ઘરમાં જ રહે છે. ઈબન ઈન્ટરનેશનલ લેવલનો બાસ્કેટબોલ પ્લેયર છે. ક્રિષ્નાએ ઈબન સાથે લૉકડાઉનમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી તસવીરો તથા વીડિયો શૅર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફ પુનામાં આવેલા પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યાં છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: