Dissatisfied and independent candidates spoil BJP’s game in Godhra, change election picture | ગોધરામાં અસંતુષ્ટ અને અપક્ષ ઉમેદવારોએ ભાજપનો ખેલ બગાડ્યો, ચૂંટણી પરિણામનું ચિત્ર બદલી નાખ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હાલ ગોધરા પાલિકા પરિણામને જાણો
  • વર્ષ 2015માં પણ ભાજપે મેળવી હતી 18 બેઠક, અપક્ષના સહયોગથી મેળવી હતી સત્તા

પંચમહાલના ગોધરા નગરપાલિકા કે તેના પર સૌની મીટ મંડાયેલી હતી, જેનું પરિણામ ભાજપ તરફી ન રહ્યું. જેનું મુખ્ય કારણ અપક્ષ અને ઔવેસી પાર્ટી AIMIMની સાથે સાથે ભાજપથી અસંતુષ્ટ થયેલા 4 ઉમેદવારો રહ્યા.

ઉમેદવાર માટેના નવા નિયમો ગોધરામાં અડચણરૂપ બન્યા ! વોર્ડ નંબર 5માં પેનલ તૂટી
ગોધરા નગરપાલિકાની મત ગણતરીમાં દિવસ દરમિયાન રસાકસી બની રહી, છેલ્લા તબક્કામાં જ્યાં લઘુમતી સમાજના ઉમેદવાર લીડ મેળવી રહ્યા હતા, તો બીજી તરફ Aimimના 7 ઉમેદવારોએ પણ ચૂંટણી પરિણામનું ચિત્ર બદલી નાખ્યું. માત્ર એટલુ જ નહીં પરંતુ ભાજપે ટીકીટ ન આપતા 2 ઉમેદવારોએ અપક્ષ તરીકે વોર્ડ નંબર 5માં પેનલ ઉભી કરી અને જીત મેળવી, જેની સીધી અસર પરિણામ પર જોવા મળી.

વોર્ડ નંબર 5માં 2 ભાજપના જ નેતા હતા, કે જેમની સામે ભાજપે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જો ભાજપ અસંતુષ્ટ ઉમેદવારોને મનાવવામાં સફળ થયું હોત તો ભાજપ માટે પરિણામના આંકડા ઓછા ચિંતાજનક સાબિત થયા હોત. જોકે અંતિમ રાઉન્ડમાં બાકી રહેલા વોર્ડમાં તમામ 4 ઉમેદવાર જીતી જતા, અપક્ષની સરખામણી કરવામાં સફળ રહ્યું,

હાલ ગોધરા પાલિકા પરિણામની શુ સ્થિતિ ?
ગોધરા નગર પાલિકામાં 11 વોર્ડના 44 ઉમેદવાર પૈકી ભાજપના 18 અને અપક્ષના 18 ઉમેદવારો જીત મેળવી છે. જ્યારે 7 બેઠક પર AIMIMના ઉમેદવાર જીત્યા છે. જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક મેળવી છે. ગોધરામાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જેમાં પૂર્વમાં હિન્દૂ જ્યારે પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગે લઘુમતી સમાજના મત વધુ છે.

જેના કારણે પશ્ચિમ વિસ્તારના અપક્ષ લઘુમતી ઉમેદવારને ફાયદો થયો. પાલિકામાં શાસન માટે 23 બેઠકની જરૂર છે, જેથી હવે શક્યતા એ છે કે ભાજપ જીતેલા ઉમેદવારો પૈકી સત્તા મેળવવા માટે 5 કે તેથી વધુ ઉમેદવારોનો ટેકો મેળવે. 18 અપક્ષ વિજેતા પૈકી 13 લઘુમતી સમાજના છે, બાકીના હિન્દૂ ઉમેદવાર છે. જેથી ભાજપ હવે અપક્ષ ઉમેદવારને મનાવી સત્તા મેળવવા પ્રયાસ કરશે.

વર્ષ 2015માં પણ ભાજપે મેળવી હતી 18 બેઠક, અપક્ષના સહયોગથી મેળવી હતી સત્તા
ગત વર્ષ 2015ની ચૂંટણીમાં પણ ભાજપને 18 બેઠક મેળવી હતી, જ્યારે અન્ય બેઠકો અપક્ષની હતી. વર્ષ 2015માં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ન હતોતેવામાં ભાજપે અપક્ષના ઉમેદવારના ટેકાના સહારે સત્તા મેળવવામાં સફળતા મળી હતી ત્યારે આ વખતે સમીકરણ અલગ છે, તેવામાં ભાજપ કેવી રીતે સત્તા મેળવે છે તે રસપ્રદ બની રહેશે. એક સમીકરણ એ પણ છે કે અપક્ષ અને AIMIM બન્ને ભેગા થાય તો સત્તા પરિવર્તન આવી શકે, જોકે તેવી શક્યતાઓ નહિવત છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Leave a Comment

%d bloggers like this: