District Magistrate’s Office returns 253 stranded foreign nationals to Ahmedabad and Mumbai airports|જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ ફસાયેલા 253 વિદેશી નાગરિકોને અમદાવાદ અને મુંબઇને એરપોર્ટ પર પહોંચાડતા તેમના દેશ પરત ફર્યા

  • લોકડાઉનને પગલે વિમાની સેવાઓ બંધ થઈ જતા વડોદરા શહેર-જિલ્લામાં વિદેશી નાગરિકો અટવાઇ ગયા હતા
  • 7 દેશના રાજ દૂતાવાસોએ તેમના નાગરિકો માટે હવાઇ પરિવહનની વ્યવસ્થા કરી હતી

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 04:06 PM IST

વડોદરા. વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે સંકલન કરીને 253 વિદેશી નાગરિકોને અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા છે.
વિદેશીઓને એરપોર્ટ પહોંચાડવાની કામગીરી 31 માર્ચથી 30મી એપ્રીલ સુધી કરાઇ
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમની કચેરી દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે કરવામાં આવેલા સંકલનને પગલે 7 દેશના 253 જેટલા નાગરિકો તેમના દેશમાં પરત જઇ શકે તે માટે રાજદૂતાવાસો સાથે યોગ્ય સંકલન કરીને અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા છે. આ કામગીરી 31 માર્ચથી લઇને 30મી એપ્રીલ સુધી કરવામાં આવી છે. લોકડાઉનને પગલે વિમાની સેવાઓ બંધ થઈ જતાં વડોદરા શહેર જિલ્લામાં વિદેશી નાગરિકો અટવાઇ ગયા હતા.
જર્મની, કેનેડા, યુકે, ઓસ્ટ્રિયા, સ્વિડન, સ્પેન અને સ્વિત્ઝર્લેન્ડના નાગરિકો ફસાયા હતા
7 દેશના રાજ દૂતાવાસો દ્વારા આ નાગરિકો માટે હવાઇ પરિવહનની વ્યવસ્થા કરીને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીઓ સાથે તેમના રોકાણના સ્થળથી નજીકના એરપોર્ટ સુધી તેમના પરિવહનની વ્યવસ્થાનું સંકલન અને વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જર્મનીના 10, કેનેડાના 69, યુ.કે.ના 159, ઓસ્ટ્રિયાના 5, સ્વિડનના 4, સ્પેનના 5 અને સ્વિત્ઝર્લેન્ડનો 1 મળીને કુલ 253 વિદેશી નાગરિકોના એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. જેને પગલે અટવાઈ ગયેલા આ નાગરિકોને રાહત થઇ હતી અને તેઓ પોતાના દેશ પહોંચી શક્યા હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: