Divyabhask completes 17 years of entry in Gujarat|દિવ્યભાસ્કના ગુજરાતમાં મંગળ પ્રવેશના 17 વર્ષ પૂર્ણ

  • આફત સામે ક્યારેય નથી ઝૂકતા, અને કપરી સ્થિતિમાં તક શોધે એવા ગુજરાતના સાહસના સન્માનમાં આજે દિવ્ય ભાસ્કરના માસ્ટહેડ પર માત્ર ગુજરાત

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 04:27 AM IST

અમદાવાદ. દિવ્ય ભાસ્કર ગુજરાતમાં 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. દિવ્ય ભાસ્કર પરિવાર માટે વરસ એટલે માત્ર 365 દિવસ પૂરા કરવા એ નહીં પણ 365 દિવસ સુધી સતત એવા પ્રયાસો કરવા જેથી વાચકોના હૃદયમાં તે પોતાનું સ્થાન જાળવી શકે, તેમનો વિશ્વાસ જીતતા રહીએ, તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ. દિવ્ય ભાસ્કર દર 22મી જૂને ગુજરાતમાં શુભારંભની વર્ષગાંઠ જ નથી મનાવતું પણ તે વાચકોનો પ્રેમ જીતવાના, તેમનો ભરોસો જીતવાના સંકલ્પની સફળતાનો ઉત્સવ પણ મનાવે છે. 

ભાસ્કરનો દૃઢ સંકલ્પ રહ્યો છે કે અખબારમાં તેમના વાચકો સદૈવ સર્વોપરિ રહે. સમાચારોના સિલેક્શનનો આધાર વાચકોની પસંદ જ રહી છે. સચ્ચાઈ, નિષ્પક્ષતાની સાથે વાચકોને હંમેશાં કંઇક નવું, અલગ આપવાની કોશિશ કરવી, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ફેલાવ્યા વિના મુદ્દાઓને ઉપાડવા ભાસ્કરની કાર્યશૈલીનો હિસ્સો રહ્યો છે. આ 18મી વર્ષગાંઠ નિમિત્તે અમે અમારા વાચક પરિવાર, શુભચિંતકોને ખાતરી આપીએ છીએ કે જે ભરોસો તેમણે અમારા પર મૂક્યો છે તેને અમે સતત મજબૂત કરતા રહીશું.

અંતમાં અમારા ચેરમેને સ્વ.રમેશજીના શબ્દોનું પુન:સ્મરણ કરીએ છીએ કે, ‘ભાસ્કરના ખરા માલિક તેના વાચકો છે.’ આ શબ્દો જ અખબાર તરીકે અમારી વિચારધારા છે. અમારો ઉદ્દેશ્ય છે. અને હંમેશાં રહેશે. જય જય ગરવી ગુજરાત.– ભાસ્કર પરિવાર

Source link

Leave a Comment

%d bloggers like this: