Emergency police complaint to ration brokers for the rights of the poor in Daman|દમણમાં ગરીબોના હક્કનું રાશન દલાલોને આપાત પોલીસ ફરિયાદ

  • કાર્ડ ધારકોને 2 માસનું અનાજ લઈ દલાલી કરે છે

દિવ્ય ભાસ્કર

Apr 11, 2020, 12:05 AM IST

વાપી. સરકારે લોકડાઉનના કારણે ગરીબોને અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલાક દલાલો ગરીબોને આપેલુ અનાજ લઇને દલાલી કરે છે. આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દમણમાં રાશન કાર્ડ ધારકોને આપવામાં આવેલ સસ્તા અનાજ કેટલાક લોકો દલાલને આપતા હોવાની માહિતી મળતા પ્રશાસને તે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દમણ મામલતદાર સાગર ઠક્કર, મોટી દમણ મગરવાડા સરપંચ અને સચિવ ની એક બેઠક મળી હતી.જેમાં માહિતી મળી હતી કે મગરવાડા ના બાદલીવાડા સહિત અન્ય વિસ્તારમાં સવારે એક વ્યક્તિ આવે છે અને ગરીબોને આપેલ સસ્તા અનાજની ખરીદી કરીને નીકળી જાય છે.

દમણ પ્રશાસન રાશનકાર્ડ ધારકોને ત્રણ રૂપિયા કિલો ચોખા અને બે રૂપિયા કિલો પ્રમાણે ઘઉં આપે છે. જે તમામને બે મહિના માટે અપાયા છે. જાણવા મળ્યું હતું કે, ઘણા લોકો આ અનાજ એક વ્યક્તિને વેચી રહ્યા છે. જે કચીગામ તરફથી આવે છે અને ઘઉં પીસીને લોકોને ઉંચા ભાવે વેચે છે. તે વ્યક્તિ અને અનાજ નો દલાલ સિસિતિવિમાં કેદ થતાં આ અંગે મામલતદાર એ પોલીસને ફૂટેજ સોંપી તપાસના આદેશ સોંપી દીધા છે.

સંઘપ્રદેશ દમણ સૌથી નાનું પ્રદેશ છે. અહીં વસ્તી પણ ઘણી સિમીત છે. લોકડાઉન થયું ત્યારથી અનેક સામાજિક સંસ્થાઓએ બે મહિના સુધી ચાલે તેટલી અનાજની કિટ લોકોને ઘરે ઘરે પહોંચાડી છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન દ્વારા પણ બેથી ત્રણ મહિના ચાલે તેટલું અનાજ લોકોને મફત આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં પણ મોટાપાયે ફૂટ પેકેટ જરૂરીયાત મંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં પ્રશાસને એક તપાસ કમિટી બનાવી તપાસ કરાવવી જોઇએ કે, સરકારી અનાજ જે પ્રશાસન દ્વાર આપવામાં આવ્યું છે. તે ખરેખર લોકોને મળ્યું છે પછી મોટા પાયે સરકારી અનાજનું પણ કાળા બજાર થઇ ગયું છે. શુક્રવારે દમણમાં સરકારી અનાજનું દલાલી કરનાર ઇસમ ઝડપાયા બાદ આવા અનેક દલાલો દમણમાં હોવાની આશંકા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે. પ્રશાસન આગળ કેવા પગલા ભરે તે જોવાનું રહ્યું. 

Source link

Leave a Comment

%d bloggers like this: