Extraction co-star Priyanshu Painyuli With Chris Hemsworth you realise the value of being grounded|‘એક્સ્ટ્રેક્શન’માં ક્રિસ હેમ્સવર્થના કો-સ્ટાર પ્રિયાંશુએ કહ્યું, તેની પાસેથી સરળ હોવાનું મૂલ્ય સમજાયું

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 03:17 PM IST

મુંબઈ. તાજેતરમાં જ નેટફ્લિક્સની ઓરિજિનલ એક્શન પેક્ડ ફિલ્મ ‘એક્સ્ટ્રેક્શન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 24 એપ્રિલે સ્ટ્રિમ કરવામાં આવશે. આ ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં ભારતીય કલાકારો પ્રિયાંશુ પેનયુલિ, પંકજ ત્રિપાઠી તથા રણદીપ હૂડા પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને તેમાં પણ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પ્રિયાશુંએ પોતાના કો-સ્ટાર ક્રિસને લઈને વાત કરી હતી. 

શું કહ્યું પ્રિયાંશુએ?
પ્રિયાંશુએ કહ્યું હતું કે આ ફિલ્મની સ્ટોરી ઘણી જ રસપ્રદ છે. ફિલ્મમાં તેણે સ્પેશિયલ રોલ પ્લે કર્યો છે. તે આ ફિલ્મને લઈ ઘણો જ ઉત્સાહી છે. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ તેને હંમેશાં યાદ રહેશે. આ ફિલ્મમાં કામ કરનાર દરેક કલાકારો ઘણી જ તૈયારી સાથે સેટ પર આવતા હતાં. ફિલ્મને લઈ ખાસ્સું રિસર્ચ કરવામાં આવ્યું હતું. સીન શૂટ થાય તે પહેલાં દરેક કલાકારો સીનને લઈને ઘણી જ પ્રેક્ટિસ કરતાં. વધુમાં પ્રિયાંશુએ કહ્યું હતું કે ક્રિસ સાથે કામ કરવાની ઘણી જ મજા આવી હતી. તે ઘણો જ ડાઉન ટૂ અર્થ હતો. તે પોતાના સહ-કલાકારો પ્રત્યે દયાળું હતો. તેનામાંથી ઘણું જ શીખવા મળ્યું હતું. તે પોતાનું બેસ્ટ આપી શકે તે માટે ક્રિસ તથા તેની ટીમે તેને ઘણો જ કમ્ફોર્ટ ઝોન આપ્યો હતો. 

પહેલાં આ ફિલ્મનું નામ ‘ઢાકા’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મને રૂસો બ્રધર્સે પ્રોડ્યૂસ કરી છે અને સેમ હારગ્રેવે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ક્રિસ દમદાર લુકમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં ક્રિસે ટાયલર રેકનો રોલ પ્લે કર્યો છે. ટાયલર પૈસા માટે ગેરકાયદેસર ધંધો કરતો હોય છે. તેને એક ગેંગસ્ટરના અપહૃયત કરાયેલા દીકરાને શોધવાનું કામ મળે છે. આ ખતરનાક મિશન ટાયલરનું જીવન બદલી નાખે છે. ઉલ્લેખનીય છે કે ક્રિસ હેમ્સવર્થ માર્વેલની ફિલ્મમાં ‘થોર’ તરીકે જાણીતો છે. વર્ષ 2018માં ક્રિસ હેમ્સવર્થે અમદાવાદમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. રૂસો બ્રધર્સે ‘એવેન્જર્સ એન્ડગેમ’ કો-ડિરેક્ટ કરી હતી. 

Source link

Leave a Comment

%d bloggers like this: