For the first time in the history of Surat Municipal Corporation, the general meeting will be held outside the Municipal Corporation office|સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય સભા મનપા કાર્યાલયની બહાર યોજાશે

  • મનપાની સામાન્ય સભા 29મીએ સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળશે
  • કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખી શકાય તે માટે નિર્ણય કરાયો

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 10:42 AM IST

સુરત. મહાનગર પાલિકાની સામાન્ય સભાની બેઠક આગામી 29 જૂને આયોજિત થશે. આ વખતે આ સામાન્ય સભા મુગલીસરા સ્થિત મનપા મુખ્યાલયની બહાર પાલ વિસ્તારમાં સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં આયોજિત થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત મહાનગર પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર સામાન્ય સભા મનપા કાર્યલયની બહાર યોજાશે.

સોશિયલ ડિસ્ટન્સ રાખવા મનપા મુખ્યાલયની બહાર સામાન્ય સભા થશે
કોરોનાના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, માસ્ક પહેરવું પણ જરૂરી છે. દર મહિને મુગલીસરા સ્થિત મનપાના સરદાર ખંડમાં સામાન્ય સભા આયોજિત થાય છે. પણ આ ખંડની બેઠક ક્ષમતા ઓછી છે. જેથી સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું શક્ય નથી. સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને જ સામાન્ય સભા મનપા મુખ્યાલયની બહાર સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે. સંજીવકુમાર ઓડિટોરિયમની બેઠક ક્ષમતા 1200ની છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું મુશ્કેલ નથી. સામાન્યતઃ સામાન્ય સભાની બેઠક સાંજે 4 વાગે પ્રારંભ થતી હોય છે. પરંતું આ વખતે 29મીના રોજ બેઠકના પ્રારંભનો સમય 3.00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

ત્રણ મહિનાથી વીડિયો કોન્ફરન્સથી સામાન્ય સભા થતી હતી
કોરોના મહામારીને કારણે ગત માર્ચ,એપ્રિલ અને મેની સામાન્ય સભાની બેઠક વિડીયો કોનફ્રેન્સ ના માધ્યમ થી આયોજિત થઈ હતી. વીડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી સામાન્ય સભા ની બેઠક માં જીરો અવર્સ ની ચર્ચા થઈ શકતી નહોતી. સુરત સુધરાઈ 1966ના વર્ષ માં સુરત મહાનગર પાલીકા બની છે. ત્યારથી લઈને અત્યારસુધી સામાન્ય સભા મુગલીસરા સ્થિત મનપાના કાર્યાલયમાં જ આયોજિત થતી હતી. 1966 બાદ કોરોનાના ગ્રહણને કારણે પહેલી વખત સામાન્ય સભા મનપા મુખ્યાલય બહાર થવા જઈ રહી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: